________________
બાલ અઢારમો
૭૩
૪ અને અવગુણી માણસને હિતેચ્છુ થઈ સમજવો, ન સમજે તો તેની નિંદા ન કરવી પણ દયા લાવીને પ્રભુ એને સદબુદ્ધિ આપે એવું ઈચ્છવું તે માધ્યસ્થ ભાવના.
એ ચાર ભાવના ભાવવી. હવે બાર ભાવનાનું સ્વરુપ આ પ્રમાણે છે.
૧. આ મારૂં શરીર, ધન, ધાન્ય વિગેરે વૈભવ તથા મારા કુટુંબપરિવાર એ સર્વ વિનાશી છે. હું પોતે [મારો આત્મા] અવિનાશી છું. માટે વિનાશીના મોહમાં શા માટે હું મુંઝાઈ રહું? એમ ચિતવવું તે અનિત્ય ભાવના.
૨. મરણ સમયે મારો કુટુંબ પરિવાર, ધન, ધાન્ય, કે વૈભવ મને બચાવવા સમર્થ નહિ થાય, તેમજ સથવારે કરાવશે નહિ. માટે અશરણ એવા મને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળિ પરુપ્યા ધર્મનું જ શરણું હતું એમ ચિતવવું તે અશરણ ભાવના.
૩. મેં સંસારસમૂદ્રમાં ભમતાં ઘણા ભવ-જન્મ કર્યા છે. હવે હું તે ભ્રમણમાંથી કયારે છૂટીશ? એમ ચિતવવું તે સંસાર ભાવના.
૪. આ મહારો આત્મા એકલો એકલો આવ્યો છે, એકલો પર ભવમાં ળે અને કરેલાં સારાં-નરસાં કર્મના ફળ એકલો જ ભોગવશે. એમ ચિંતવવું તે એકત્વ ભાવના જાણવી.
૫. હું કોઈને નથી અને મારો કોઈ નથી, એમ ચિતવવું તે અન્યત્વ ભાવના.
૬. શરીર અપવિત્ર છે, મળ-મૂત્રની ખાણ છે, રોગ જરાનું નિવાસસ્થાન છે અને હું તેથી ન્યારો છું. એમ ચિતવવું તે અશુચિ ભાવના જાણવી.
૭. મિથ્યાત્વ સિત્ય વસ્તુ સ્વરુપ ન સમજવાથી સાચાને ખેટું અને બેટાને સાચું માનવું તે), અવૃત કિઈ જતનાં વતનનયમ ન હોય તે, પ્રમાદ, કષાય[ફોધ, માન, માયા ને લાભ અપ અને અશુભ યોગ મિન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com