SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર બાલ અઢારમો --- ---- -- -- - - - -- - - - - - - -- - - --- - --- - --- - - -- --- ઉદાર દિલથી, દયાળ પણે, ધર્મ-જ્ઞાતિ વિગેરેનો ભેદભાવ વગર જેને જે જે વસ્તુની અન્ન, પાણી, કપડાં, જગ્યા અને ઔષધ વિગેરેની] જરૂરિયાત હોય તેને તે તે વસ્તુ યથાશકિત કોઈપણ જાતની લાલસા-ફળની ઈચ્છા વગર આપવી તે દાન ધર્મ જાણવો. વૃાિયો વશ રહે તે સર્વથા બ્રહ્મચર્ય પાળવું. પરસ્ત્રી કે પરપુરૂષ સાથે વિષય ન સેવવો. પોતાની સ્ત્રી કે પોતાના પતિ સાથે પણ મર્યાદિત રહેવું. શ્વાન વૃત્તિઅતિ વિષયવાસના ન રાખવી, વિષયના ભિખારી થઈને અતિશય વિષય ન સેવવો. અગર વૃત્તિ પવિત્ર રાખવી એ શિયળ ધર્મ જાણવો. અક્રાંતિયા થઈ અતિ ખાન-પાન ન કરવું. રાત દિવસ ખા-ખા ન કરવું. બે કે ત્રણ વખત જમવા સિવાય મોઢામાં કોઈ ચીજ ખાસ કારણ સિવાય વ નાંખવી. ચોગાની માફક ચર્ચા-ખાધા ન કરવું. અર્થાત ખાન-પાન વિગેરેમાં નિયમિત રહેવું. ધન ધાન્યાદિક કોઈ પણ વસ્તુમાં આસકિત-અતિ ઈચ્છા તુણા રાખી જરૂરિયાત ઉપરાંત અતિ સંગ્રહ કરવાની ભાવના રાખવી નહિ. સંતોષવૃત્તિ રાખવી. બ્રહ્મચર્ય પાળવું. ક્રોધ, માન, માયા ને લોભાદિક કષાયો ઓછા કરવા-કાબુમાં રાખવા અને સહનશીલતાપૂર્વક એકાસન-એકટાણું, ઉપવાસાદિક વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવી. વિનય વૈશ્યાવૃત્ય-સેવાભકિત, કરેલાં પાપનું પશ્ચાતાપપૂર્વક પ્રાયશ્ચિત તથા મન-વચન ને કાયાની સ્થિરતાસસ્તુમાં એકાગ્રતા ઈત્યાદિક વિવિધ પ્રકારનો તપ ધર્મ જાણવો. કોઈનું બૂરું ન ઈચ્છવું. દરેક પ્રાણીનું ભલું ઈચ્છવું. સારી ભાવના ભાવવી. સારા વિચારો કરવા. આત્મિક હિત ચિતવવું. તે ચોથો ભાવ ધર્મ. તેના અનેક પ્રકાર છે. તેમાં પ્રથમ ચાર ભાવના-મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ. ૧. સર્વ જીવોને પોતાના આત્મા સરખા જણવા તે મૈત્રીભાવના. ૨. સદગુણી માણસ જોઈને આનંદ પામવો તે પ્રમોદ ભાવના. ૩. દુ:ખી-નિરાધાર જીવોને જોઈને દયા લાવવી તે કરૂણા ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy