________________
ખેલ અઢાર
વચન ને કાયારુપ] એ પાંચ પ્રમાદ તે (પાપને આવવાનાં ગરનાળાં રુપ આવ છે. એમ ચિતવવું તે આસવ ભાવના કહી.
ぶの
૮. સમકિત [સત્ય વસ્તુ સ્વરુપ યથાર્થ સમજાય એટલે સાચાને સાચું અને ખાટાને ખાટું જાણવું તે], વ્રત નિયમ, અપ્રમાદ, અકષાય અને શુભયોગ એ પાંચ આવતાં કર્મને રોકનારા કમાડ રુપ સંવર છે. એમ ચિતવવું તે સંવર ભાવના ગણાય.
૯. સહનશીલતા અને સમજણપૂર્વક, કોઈ જાતની લાલસા વગર, વવિધ પ્રકારની તપશ્ચર્યા કરવાથી કર્મની નિર્જરા થાય છે એમ ચિતવવું તે નર્જર ભાવના જાણવી.
૧૦. હું હાલ અમુક ઘરમાં રહું છું એટલે કુવાના દેડકાની માફક અહીંપદમાં રહ્યો છે. પરંતુ ચૌદ રાજલોક આગળ હું અને મ્હારૂં હાલનું રહેઠાણ કઈ બિસાતમાં છે? પગ પસારી કેડ ઉપર હાથ રાખી ઉભેલા મનુષ્યના આકાર આવી રહેલા ચૌદ રાજલાકમાં નીચે ભવનપતિ વાણવ્યંતર અને સાત નરક છે. ત્રીછા અસંખ્ય દ્વીપ સમૂદ્રો આવી રહ્યા છે. ઉંચે જયોતિષચક્ર, બાર દેવલોક, નવ ગ્રે વેયક, પાંચ અનુત્તર વિમાન અને તે ઉપર અનંત સુખનું પવિત્ર ધામ એવી સિદ્ધગતિરુપ સિદ્ધ શિલા છે. એમ ચિતવવું તે લાકભાવના જાણવી.
૧૧. ભવભ્રમણ કરતાં કરતાં જીવને સમ્યગ જ્ઞાનમય બોધિ-સમકિતની પ્રાપ્તિ થવી એ ઘણી દુર્લભ છે; અને જેના વગર મોઠાની પ્રાપ્તિ નથી. માટે આત્મામાં તેના માટેની યોગ્યતા મેળવવાની જરૂર છે. એમ ચિતવવું તે બાધિ
ભાવના.
૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બાધક એવા ગુરૂની પ્રાપ્તિ અને દયામય શુદ્ધ એવા ધર્મનું સાંભળવું[શુદ્ધદેવ, ગુરૂ અને ધર્મને ઓળખવામેળવવા દુર્લભ છે.
ધર્મનું સત્ય સ્વરુપ સમજવા માટે સત્પુરૂષો-ધર્મોપદેશકો દ્વારા ધર્મનું શ્રાવણ કરવું જોઈએ. પક્ષપાત રહિત, સાર્વનિક અને આત્મિક સદગુણો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com