________________
બેલ ચોમે
IT
તો જરૂર ઈચ્છિત સુખ મળી શકે. આ પ્રમાણે શંકાઓનું પૂછીને સમાધાન કરવું તે બુદ્ધિને ત્રીજો ગુણ છે.
૪. ગ્રહણ—કોઈપણ માણસ કંઈપણ સારી વસ્તુ આપતો હોય તે પ્રેમ પૂર્વક લઈ લેવી તે ગ્રહણ. ઉપદેશ કે કોઈપણ હિતેચ્છુ માણસે હિતકર શિખામણ કે સદુપદેશ આપેલ હોય તે તથા પૂછેલા પ્રશ્નના ખુલાસા કર્યા હોય તેને પોતાના મગજમાં લઈ લેવા, મગજમાં સ્થાન આપવું કે તે શબ્દો સંગ્રહી રાખવા તે ગ્રહણ.
જો ધ્યાનપૂર્વક સાંભળી તે શબ્દો મગજમાં લીધા ન હોય તો તે સંબંધે કથી શંકા કે પ્રશ્ન પૂછવાનું કશું સૂઝે જ નહિ અને ઉપયોગ વગરનું સાંભળવું એ પણ નકામુંજ છે. એથી કશો લાભ થતો નથી. માટે ઉપયોગપૂર્વક સાંભળી તે બાબતને મગજમાંથી જવા ન દેવી,સંગ્રહી રાખવી તે ગ્રહણ નામને બુદ્ધિને ચોથો ગુણ છે.
૫. ઈહા વિચારણા–જેમ પૈસો પેદા કરનાર માણસ વિચારે કે “આ પિસ નીતિનો છે કે અનીતિને?, હક્કને છે કે અણહક્કને?, કેવી રીતે પેદા કર્યો છે?, કેમ સાચવવો?, વ્યાજુ રાખવો કે જમીનમાં ડાટી રાખવો? અને તેનો ક્યાં કયાં ને કેવી રીતે ઉપયોગ કરવો?” વિગેરે વિગેરે. તેવી જ રીતે જે ધર્મ તથા નીતિનો બોધ ધ્યાનપૂર્વક શંકારહિત સાંભળી મગજમાં સંગ્રહ્યોયાદ રાખ્યો હોય તેનો પોતાની બુદ્ધિથી વિચાર કરવો કે “આ બોધનો સાર શો છે? આવો બોધ એ ઉપકારી ઉપદેશકો આપણા ભલા માટે વગર સ્વાર્થે પરોપકાર બુદ્ધિથી સંભળાવે છે માટે એ બોધ ઉત્તમ છે. આત્માનું ભલું કરનાર છે. પૂર્વે અનેક જીવો આવો બોધ સાંભળી તે પ્રમાણે વર્તન કરીને તર્યા છે, વર્તમાનકાળે તરે છે અને ભવિષ્યમાં પણ અનેક ભવ્યાત્માઓ તરશે. માટે મારે પણ એ બોધ પ્રમાણે વર્તવું જોઈએ.” ઈત્યાદિક વિચારણા કરવી એ બુદ્ધિનો પાંચમો ગુણ છે.
૬ અવાય-અપાત કે અપહા–જેનું પાત૫તન ન થાય. સ્થિરનિશ્ચલ રહે કે જે બાબતમાં ઉહ ઉહાપોહ-તર્કવિતર્ક ન થાય-શંકારહિત નિ:શંક રહે તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com