________________
બેલ ચદમ
છે. તે સદગુરૂના ઉપદેશ-શ્રવણ રૂપ નારવેલ સુંઘવાથી ક્રોધાદિપ ઝેર ઉતરે છે. સંસાર વ્યવહારના પ્રપંચમાં રહેનારને કામક્રોધાદિપ ઝેર વારંવાર ચડયા કરે છે. જયારે નિરંતર-હમેશાં ધર્મોપદેશ સાંભળવાથી અને અંતરમાં ઉતારવાથી કામક્રોધાદિરુપ મે ક્રમે ઘટવા માંડે છે અને અંતે જીવાત્મા નિર્વિષ બની કિમ લેપરહિત બની] નિર્ભય બને છે. માટે ધર્મનું શ્રવણ કરવું જ જોઈએ. આવું સાંભળવું એજ સાચું શ્રવણ કહેવાય. એ બુદ્ધિનો ત્રીજો ગુણ છે.
૩. પ્રશ્ન પૂછવું] સાંભળ્યા પછી શંકાઓ ઉત્પન્ન થાય. તે ઉત્પન્ન થયેલ શંકાઓનો ખુલાશો મેળવવા સભ્યતા, વિનય અને વિવેકપૂર્વક જીરાસાબુદ્ધિથી શાસ્ત્રના જાણકાર ગુરૂ આદિને પૂછવું અને મનની શંકાઓનું સમાધાન કરવું. જેમકે
પ્રશ્ન-ગુરૂદેવ! આપ કહો છો કે ધર્મ કરવાથી સુખ મળે, પરંતુ હાલ તો એથી ઉલટું દેખાય છે. અર્થાત ધર્મ કરનારા દુ:ખી દેખાય છે અને અધર્મપાપ કરનારા પાપી લોકો જ કરે છે, તેનું કારણ શું?
ઉત્તર-ભાઈ! પાપી લોકોએ ગયા ભવમાં અશાન તપ ૫ કષ્ટ વિગેરે કરી પુણય ઉપાર્જન કરેલ છે તેથી આ ભવમાં તેનાં મીઠાં ફળરુપ સુખ ભોગવે છે અને હાલ જે હિંસા વિગેરે પાપ કરી રહ્યા છે તેનું કડવું ફળ આવતા જન્મમાં દુ:ખરુપે ભગવશે. કર્મને કાયદો અચળ છે. તીર્થંકર વિગેરે મહાન પુરૂષોને પણ તેમણે કરેલાં શુભાશુભ કર્મનાં ફળ ચાખવાં પડે છે.
વળી જે ધમ લોકો દુ:ખી દેખાય છે તેનું કારણ એક તો એ કે પૂર્વ ભવમાં ધર્મ કરવામાં ખામી રાખી છે, અર્થાત ધર્મના નિયમો લઈ બરાબર પાળ્યા નહિ હોય. દુષણ લગાડયાં હશે અને આ જન્મમાં પણ ધર્મ કરતાં વિષય કષાયો સેવે છે; મમત્વ, ઈર્ષા, નિદા વિસ્થા, વેર-ઝેર અને ઝગડાઓ કરે છે. તેમજ ગતાનું-ગતિક ગાડરીયા પ્રવાહની માફક સમજ્યા વગરની ધર્મ ક્રિયાઓ કરે છે. એટલે તેનું ફળ સુખપ ક્યાંથી મળે? જે પૂર્વ ભવની ખામીઓ ન હોય અને આ ભવમાં સરળતાથી, પાપભીરૂ થઈ, શાનીઓએ બતાવેલ ધાર્મિક ક્રિયાઓ યથાર્થ સમજણ સહિત, એકાંત કર્મ નિર્જચ માટેજ વિધિપૂર્વક કરવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com