________________
બાલ ચૌદમે
૬૩
અર્થાત જે નીતિ, દાનાદિક ધર્મ, સમ્યકત્વ, મોક્ષ કે આત્મા વિગેરે વિષયનો સાંભળવાની ઈચ્છા પૂર્વક બોધ સાંભળ્યો હોય, શંકા-રહિત મગજમાં સંગ્રહ્યો હોય અને તે વિશે વિચાર પણ કર્યો હોય, તે બોધ આત્મામાં એવો તો ઉત્તરેનિશ્ચળ બને કે તે શ્રદ્ધાથી-ધર્મથી કોઈ દેવાદિક પણ ચલાયમાન ન કરી શકે. કોઈ ખોટો ઉપદેશ આપી ભરમાવી-વિચારો કરવી ન શકે. એ શ્રદ્ધામાં, ધર્મમાં કે શાસ્ત્રમાં શંકા, કાંક્ષા વીગેરે થવા ન પામે અને પ્રાણ જતાં પણ એ બોધ [શાન ધર્મ કે શ્રદ્ધા હૃદયમાંથી ઉખડે નહિ જાય નહિ એ રીતે નિશ્ચળ બને તે અવાયઅપાત કે અપેહ નામનો બુદ્ધિનો છઠ્ઠો ગુણ છે.
૭ ધારણા–જે સાંભળ્યું, ગ્રહણ કર્યું, વિચાર્યું અને નિશ્ચન કર્યું એવું તે જ્ઞાન વિગેરે જીંદગીના છેડા સુધી ધરી રાખવું-જવા ન દેવું-ભૂલવું નહિ. તે
ધારાણા.
અમુક શબ્દો, અમુક જતને ધર્મ કે નીતિના ઉપદેશ કે અમુક શિખામણ, અમુક ઉપદેશ કે અમુક હિતેચ્છુ માણસે, અમુક વખતે અને અમુક ઠેકાણે કહેલ આપેલ છે; એમ જીંદગી પર્યત ભૂલાય નહિ, તે સંબંધમાં કોઈ ગમે ત્યારે પૂછે તો પણ તેને જવાબ વગર વિલંબેનિ:શંકપણે આપી દેવાય. ચાલુ સમયમાં થતા અવધાન પ્રયોગો એ આ ધારણાશકિતનો પ્રભાવ છે. આ પ્રમાણે જીંદગી પર્યત જે ધારણાશકિત-સ્મરણશકિત ને બુદ્ધિને સાતમો ગુણ છે.
૮ અનુષ્યન નકરવું કે કરાવવું] સાંભળેલી, વિચારેલી, નિશ્ચળ કરેલી અને ધારી રાખેલી બાબત વર્તનમાં મૂકવી તે અનુષ્ઠાન. જેમ કે “ધર્માત્મા ત્યાગી કે ગૃહસ્થ ઈન્દ્રિય અને મન ઉપર વિજય મેળવવા અને અંતરંગ છે શત્રુઓ કામ ક્રોધાદિકને જીતવા ઈત્યાદિક પ્રભુનાં અમૂલ્ય વચન સાંભળી વિચારી, બિાહ્ય શત્રુઓના એ કારણભૂત છે એમ નિશ્ચય કરી કામ, ફોધ, મદ, લોભ, રાગ, દ્રષ પાંચ ઈન્દ્રિયો અને મનને જીતવા ઉદ્યમ કરવા ઉદાર ચિત્તવાળા બની, ઉચ્ચ ભાવના-ઉચ્ચ પરિણામ રાખી, યશ-કીર્તિ વિગેરેની વલસા વગર, યથાશકિત, તપત્યા પૂર્વક, સમજણ અને વિધિ સહિત ઉચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com