________________
આ
ભા
૨
આ પુસ્તક સંવત ૧૯૯૯ની સાલથી ભાવના રુપે હૃદયમાં પ્રગટયું. સં. ૨૦૦૦ની સાલમાં ખરડા (કાચા લખાણ) રુપે દ્રશ્યમાન થયું. યોગશાસ્ત્ર, ધર્મબિંદુ, કર્તવ્યકંકણ વિગેરે પુસ્તકો વાંચી કંઈક સુધારો વધારો કરાયો
કેટલીક લેખન, સંશોધન વિગેરે આવશ્યક પ્રવૃત્તિને લઈને આ પુસ્તકનું પાકું લખાણ ઘણે લાંબે વખો સં. ૨૦૦૬ પૌત્ર માસમાં પૂર્ણ કરી શકાયું.
આ પુસ્તકમાં સહાયક બનેવાં ઉપરોકત પુસ્તકોના કર્તાઓને આભાર માનવામાં આવે છે.
લાંબે વખતે પણ આ પુસ્તક પૂર્ણ થતાં સુધી અને દરેક કાર્યોમાં સહાયક બનેલા તપસ્વી, સેવાભાવી મહારાજ શ્રીકૃષ્ણજી સ્વામીને મહાન ઉપકાર કોઈ રીતે ભૂલાય તેમ નથી.
જેન-જૈનેતર, સ્ત્રી-પુરૂષો, નાના-મોટા દરેક વર્ગને અતિ ઉપયોગી એવું આ નાનકડું પુસ્તક વાચકો વાંચી સાર ગ્રહણ કરી યત્કિંચિત પણ આત્મામાં ઉતારશે, આત્માને સુધારશે તે લેખકના લેખનની સફળતા અને પ્રકાશકના દ્રવ્યને સદુપયોગ થયો ગણાશે.
સુશેષ કિં બહુના! શાંતિ!!!
પૂજયપાદ આચાર્ય શ્રીનાગચંદ્રજી સ્વામીના શિષ્ય
મુનિ રત્નચંદ્રજી. કચ્છ દેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com