________________
બોલ પહેલે
-:
*.* * :
વેપાર
ફૂડ ત્યાં ધૂળ” આ વાકય લક્ષમાં રાખી નીતિ, ન્યાય ને સત્યતા પૂર્વક વ્યાપાર કરવો એ વ્યાપારનીતિ ગણાય છે.
અનાજ, રસકસ, કાપડ, મરી મસાલા, લાકડું, ઔષધિ અને કટલેરી પ્રમુખ અનેક ચીજોના વ્યાપાર કરાય છે.
વ્યાપારી કે હોય ?
વેચવા યોગ્ય વસ્તુને વ્યાજબી અને એકજ ભાવ રાખે. જે માલ જે બતાવે તેવો અને તેજ આપે, ભેળસંભેળ ન કરે. ઓછું આપે નહિ અને વધારે લે નહિ. કોઈ માણસ વિશ્વાસે કંઈ વસ્તુ વેચાતી લેવા આવે તેની પાસેથી પ્રમાણથી વધારે પૈસા ન લે. - ગરીબ માણસને માલ આપતાં વિશેષ લાભ મેળવવાની ઈચ્છા ન કરે. સસ્તે ભાવે ખરીદેલા માલના ભાવ દુકાળના સમયે બહુજ ચીરીને વધારે ન લે. કોઠામાં દયા રાખે.
ઉધાર આપતાં બમણાં ત્રણગણાં દામ ચોપડે ન ચડાવે. બીજ વ્યાપારીઓના શકે તેડી તેમને આડે ન આવે. પોતાના ભાગીદારને છેતરી ખાનગી વ્યાપાર કરી ધન મેળવે નહિ. ધર્માદાની રકમ પચાવી પાડે નહિ.
દાણચોરી કરે નહિ. સડેલાં ધાન્ય વેજીટેબલ વિગેરે બનાવટી પદાર્થો લોભદ્રષ્ટિથી વિશેષ લાભની ઈચ્છાથી ખરીદીને વેચે નહિ. ચેરીના માલને ઉત્તેજન આપે નહિ. ચારીને માલ જાણીબૂજીને ખરીદે નહિ.
ગરીબ માણસેએ બહુ મહેનતે તૈયાર કરેલ માલ લેતાં તેની કિંમત બજારભાવ કરતાં કસીકસીને તદન ઓછી ન આપે. નોકરી પાસેથી અનિયમિત હદ ઉપરાંત કામ લઈને પગાર ઓછો આપે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com