________________
બેલ પહેલો
ન્યાયથી ધન ઉપાર્જન કરવું
“ન્યાય થકી ધન સંપાદન કરવું સદા”
સંસારમાં રહેનાર દરેક માણસને ધનનું ઉપાર્જન કરવાની જરૂર રહે છે. કારણ સંસારનો સઘળે વ્યવહાર ધનથી, પૈસાથી જ ચાલે છે. એટલે સંસારમાં દરેક માણસને પોતાનો જીવનનિર્વાહ ચલાવવા માટે ધન કમાવાની જરૂર પડે છે.
ધન કમાવાના અનેક રસ્તા છે–વેપાર, હુન્નર–ઉદ્યોગ, ધીરધાર, ખેતીવાડી નોકરી વગેરે. કમાવા માટે ગમે તે રસ્તે પસંદ કરી શકાય છે અથવા અખત્યાર કરી શકાય છે. પણ તે રસ્તે ચાલતાં ન્યાયનીતિને કદી ભૂલવાં ન જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com