________________
મોલ પાંત્રીશ
૧૩૩
શરીર એ રથ સમાન છે. ઈન્દ્રિયો એ ઘોડા સમાન છે. મન એ સારથી સમાન છે. આત્મા દેહ રૂપી રથમાં રહેનાર-મુસાફરી કરનાર માલીક સરખો છે. ઈન્દ્રિયો સ્પી ઘોડાઓને કાબુમાં રાખવાથી આ દેહ રૂપી રથ ધારેલ સ્થળે પહોંચાડી શકે છે. નહિતર તોફાની ઘડાઓ ઉન્માર્ગે ઘસડી જઈ રથને નાશ કરે છે. ગૃહસ્થ ધર્મને લાયક થવા માટે ઈન્દ્રિયોના પ્રબળ વિષયોને મર્યાદિત કરવા-નયમમાં રાખવા. ઈન્દ્રિયોને આધીન-ગુલામ બનેલ મનુષ્ય ધર્મના અધિકારી નથી.
આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયો અને મનને વશ ન થતાં તેને કબજે કરવા માટે પ્રયાસ કરવો એ જીંદગીને સફળ કરવાનો ઉપાય છે. વાંચી સાંભળી કે વિચાર કરીને એક બાબતને પણ પડતી મૂકવાથી કશો લાભ થતો નથી. પરંતુ જે આત્માને લાભકરતા જણાય તે બાબતને હમેશાં વાંચવાથી, સાંભળવાથી, વિચારવાથી અને વિચારીને અમલમાં-વર્તનમાં મૂકવાથી જ લાભદાયક થાય છે. ઈન્દ્રિયો અને મનને વશ કરનાર માણસ માણસાઈવાળે ગવાય છે. એ નીતિમાર્ગાનુયીને ૩૫ મે અને છેલ્લો બેલ વર્ણવી બતાવ્યો.
આ પ્રમાણે પાંત્રીશ બેલ ૫ નીતિમય જીવન ગાળનાર-જીવનને ધારણ કરનાર મનુષ્ય સમ્યગદર્શન સિમકિત] પૂર્વક ગૃહસ્થ ધર્મના કે સાબ ધર્મના તે ધારણ કરવાને યોગ્ય બને છે.
- -
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com