________________
-
-
-
-
- -
-
-
-
- મ
ન
,
બેલ પાંત્રીશ
નથી, ઈચ્છાઓ ઘટતી નથી, અગ્નિમાં જેમ જેમ લાકડાં વધારે નાંખીએ તેમ તેમ અગ્નિ વધારે પ્રદીપ્ત થશે. અગ્નિ બૂઝાવવાને તે રસ્તો નથી. અનિ તે લાકડાં ઓછાં નાખવાથી કે નાખેલાં લાકડાં કાઢી નાખવાથી જ શાંત થાય છે. તેમ ઈન્દ્રિયોનો વિજય વિષયોને પોષણ આપવાથી થતો નથી, પરંતુ વિષયોને મર્યાદામાં-હદમાં લાવી મૂકવાથી, વિષયોની ઈચ્છા ઓછી કરવાથી જ તેને વિજ્ય થઈ શકે છે.
સુંદરતા ધારણ કરનારા શુભ વિષયો કોઈ નિમિત્ત યોગે અસુંદરતાવાળા અશુભ બની જાય છે અને અશુભતા ધારણ કરનારા વિષયો નિમિત્ત યોગે સુંદર કે શુભ બની શકે છે. તે કોના ઉપર રાગ કરવો અને કોના ઉપર દ્વેષ કરવો?.
તત્વથી વિચાર કરીએ તો પદાર્થોમાં શુભાશુભપણું નથી, પણ આપણા મનમાં જ શુભાશુભ-સારૂંનરસું વિગેરે રહ્યું છે. કેમકે એકને એકજ વિષય કોઈ કારણથી આપણને સારો લાગતો હતો તે ને તેજ વિષય કાળાંતરે કે રુપાંતર થતાં કારણવશાત ઘણોજ અપ્રિય થઈ પડે છે અને જેના ઉપર આપણને અણગમો હતા, જેની આપણે ઈચ્છા પણ કરતા ન હતા, તે જ વિષય કોઈ પ્રસંગે એટલો બધે પ્રિય થઈ પડે છે કે તેને ત્યાગ કરવો પણ ગમતો નથી.
પદાર્થો તો પોતાના સ્વભાવ પ્રમાણે પોતાનું સ્વરુપ બતાવીને ઉભા રહેશે. તેમાં રાગદ્વેષ કરવો કે ન કરવો તે આપણા પોતાના જ હાથમાં છે. મનને સુધારવાની કે સમજાવવાની જરૂર છે. પદાર્થો કાંઈ પોતાને સ્વભાવ બદલાવીને સુધરી શકવાના નથી કે આપણે તેને સુધારી શકવાના નથી. ઈન્દ્રિયોને કબુમાં ન રાખવી તેજ આપત્તિને-દુ:ખને માર્ગ છે અને તેને જય કરવો તે સંપત્તિનો માર્ગ છે.
ઈન્દ્રિયોને ય કરવો તે સ્વર્ગ છે અને ઈન્દ્રિયોને આધીન થવું તે નરક છે. અર્થાત ઈન્દ્રિયોને જ્ય કરનારને સ્વર્ગ જેવાં શાંતિ દાયક સુખ મળે છે. અને ઈન્દ્રિયોનો ગુલામ-આધીન થનારને નરક જેવાં અશાંતિ ઉપજાવવાર દુ:ખ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com