SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ બોલ પાંત્રીશ ૧૩૧ • • • - - વિષયમાં પ્રવૃત્તિ ન કરવી, તે ઈન્દ્રિયવિજ્ય ગૃહસ્થ માટે કહેવાય છે. સ્વચ્છેદપણે ઈન્દ્રિયોને પ્રવર્તાવા ન દેવી, વિકારોને નિરોધ કરવો. અમુક મર્યાદામાં ઈન્દ્રિયોના વિકારોને લાવી મૂકવા તે ઈન્દ્રિય નિરોધ છે. નહિ રોકવામાં આવેલી એક એક ઈન્દ્રિય પણ મહાન અનર્થના માટે થાય છે. ઈન્દ્રિયોને આધિન થવાથી રાવણની માફક કુળનો ઘાત થાય છે. અધિકારથી પતિત થવાય છે. અને પ્રાણને પણ નાશ થાય છે. ઈન્દ્રિયોને સર્વથા નજ પ્રવર્તાવવી એટલે આંખો બંધ રાખવી, કાનમાં પૂમડાં ભરાવી દેવાં, મોટું બંધ રાખવું, નાકનાં છિદ્રો બંધ કરી દેવાં અને શરીરથી હાલવું ચાલવું બંધ રાખવું તેનું નામ ઈન્દ્રિય વિજય કહેવાય નહિ. એમ બનવું જ અશક્ય છે. ઈન્દ્રિયો પાસે આવેલા વિષયોના પદાર્થોને ઈન્દ્રિયો વીધા અનુભવ્યા વિના રહેવાનીજ નથી. આંખો ખુલ્લી હશે તે પદાર્થો દખણેજ. કાનથી શબ્દો સંભળાશેજ. નાWી સુંઘાણેજ જીભથી બોલાશે કે સ્વાદ લેવાશેજ અને શરીર દ્વારા શુભાશુભ સ્પર્શ અનુભવાશેજ. ઈત્યાદિક વિષયોને સંબંધ થશેજ. પરંતુ તે તે વિષયો મળ્યાથી તેમાં કોઈ અનુકૂળ વિષય મળતાં ખુશી થવું અને પ્રતિકૂળ વિષય મળતાં નારાજ થવું ઈત્યાદિક રાગદ્વેષનો ત્યાગ કરવો એટલું જ મનુષ્યના હાથમાં છે અને તેને જ ઈન્દ્રિયો જય કર્યો કહેવાય ઈન્દ્રિયોનો જય કરનાર મનુષ્ય સર્વકાર્ય સિદ્ધ કરી શકે છે અને ઈન્દ્રિજેને જ્ય નહિ કરનાર ઈન્દ્રિયોને આધીન થયેલો મનુષ્ય કોઈપણ ધારેલાં ઉત્તમ કાર્યો સિદ્ધ કરી શકતો નથી કારણ કે તે પોતાની શકિતનો બધો વ્યય ઈન્દ્રિવેના વિષયમાં જ કરે છે તેથી બીજા કાર્યો સિદ્ધ કરવાનું તેનું બળ નાશ પામેલું હોય છે. એવું કોઈ પણ વિષય ઈન્દ્રિયોન બાકી નહિ હોય કે આ જીવે અને વાર તે ભગવ્ય ન હોય. આ જીંદગીમાં જ તેવા વિષયો અનેક વખત ભગવ્યા છતાં તેના તે વિષય તરફ વારંવાર મન લવાયા વિના રહેતું નથી, શાંતિ વળતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy