________________
માલ ચાત્રીશમે
કુટુંબીના વિયાગ વિગેરે સહન કરે. છતાં તપ ત્યાગ વિગેરે ધર્માનુષ્ઠાન કરવાની ભાવના ન થાય.
૧૨૦
અતિ લાભ એ પાપનું મૂળ છે. લાભને વશ થઈ ન કરવાનાં કામહિંસા, જાટ-કૂડ કપટ, ચોરી, જુગાર, વ્યભિચાર વિગેરે કરે છે. આ લોકમાં નિદાને પાત્ર બને છે અને પરભવમાં પણ દુર્ગતિનાં દુ:ખ ભોગવવાં પડે છે. માટે પૌદગલિક સુખનાં સાધનોમાં સંતોષ ધારણ કરવાની જરૂર છે. પરંતુ સ્વપરને હિતકારી કાર્યોમાં વિશેષ અભિલાષા રાખવી એ અસંતાષ યા લાભ ન કહી શકાય.
જેમ બને તેમ થોડા સાધનથી જીવનનિર્વાહ કરવા તરફ કાળજી રાખવી એ સહુ કોઈની ફરજ છે. પરંતુ નિરૂદ્યમી બની પારકા વૈભવ ઉપર તાગડધિન્ના કરવા એ સંતોષવૃત્તિ ન ગણાય. માટે નીતિપૂર્વક, કોઈની આજવિકાને ધક્કો ન લાગે તે રીતે ઉદ્યમ કરતાં પૂર્વ કર્મના [પુણ્યના] યોગે જે મળે તેમાં સંતોષ રાખવો. ઘણી હાય વાય કે ઝ ંખના કરવાથી કંઈ અધિક મળી જતું નથી. એવું સમજી સંતોષ ધારણ કરવો. સંતોષથીજ લાભ જીતાય છે.
હષ
つ
કોઈપણ પૌદગલિક
સુખના લાભાદિ પ્રસંગે અશાની માણસો અત્યંત હર્ષ ધારણ કરે છે. કોઈ પણ માણસ બૂરી હાલતમાં આવી પડયો હાય તથા પેાતાના દુશ્મન દુ:ખી થયો કે મરણ પામ્યો જુએ યા સાંભળે અથવા વગર કારણે બીજાને દુ:ખ ઉપજવી, જુગાર રમી, શિકાર કરી કે વેશ્યાગમન વિગેરે વ્યસને સેવીને રાજી થવું, મલકાવું તે પણ હર્ષ ગણાય છે. મલીન વાસનાનાં સંસ્કારવાળા અને રૌદ્ર પરિણામવાળા નિર્દય વાજ બીજાને દુ:ખી કરીને હર્ષ પામે છે. એ રૌદ્ર ધ્યાનનું પરિણામ છે.
કોર્ટીઓ માણસ જેમ માખીઓથી કંટાળીને સૂર્યના અસ્ત થવાની રાહ જુવે છે, તેમ નીંચ મનુષ્યો પોતાના સ્વલ્પ વાર્થની ખાતર મહાન પુરૂષોને પણ વિપત્તિામાં ઘેરાયલા જોવાને ઈચ્છે છે. મનુષ્યોના કર્તવ્યો ઉપરથી ઉત્તમ મધ્યમ અને અધમપણાના નિર્ણય કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com