________________
બાલ ચાત્રીશમા
અન્યને સુખી કરવા માટે સ્વાર્થનો ભાગ આપનારા ઉત્તમ પુરૂષો કહેવાય છે. પોતાના સ્વાર્થને હાની ન પહોંચે તેવી રીતે બીજાને મદદ કરવા તૈયાર રહેનારા મધ્યમ પુરૂષો ગણાય છે અને પોતાના સ્વાર્થની ખાતર એક પાઈના લાભની ખાતર પરને નુકશાન કરનારા અધમ કોટીના લેખાય છે. જયારે પોતાનું કંઈ પણ નુકશાન ન કરનાર, પરંતુ ઉપકાર કરનારના વગર કારણે અપકાર કરી નુકશાન કરી રાજી થનાર માણસ કઈ કોટીના ગણવા? તેના માટે એવી કોઈ ઉપમા આપવા લાયક વસ્તુ નથી. તેવા માણસને અધમમાં અધમ રાક્ષસ જેવા ગણી શકાય.
૧૨૧
ઉત્તમ મનુષ્યો બીજાને સુખી દેખીને કે સુખી કરીને હર્ષ પામે છે. અન્યને દુ:ખ આપે તો નહિજ, પરંતુ દુ:ખી દેખને દુ:ખી થાય છે અને તેને સુખી કરવાની કોશીષ કરે છે, સર્વ જીવા ઉપર દયા રાખે છે, સર્વનું ભલું ઈચ્છે છે અને પોતાની ભૂલનો પશ્ચાતાપ કરી ફરી તેવી ભૂલ કરતાં અટકે છે. આવા મનુષ્યો ઘણી સહેલાઈથી ઉત્તમ ગુણા મેળવી શકે છે.
માટે પૌદગલિક વસ્તુના લાભથી અને કોઈને દુ:ખી કરી કે દુ:ખી દેખીને હર્ષ ન પામવા, પરંતુ બીજાને સુખી દેખી કે સુખી કરીને અને આત્મિક સુખના લાભથીજ હર્ષ પામવા-રાજી થતું.
પૌદગલિક સુખનાં સાધનો મળતાં અત્યંત હર્ષ પામવાથી-ખુશ થવાથી ગર્વના પગથીએ ચડી જવાય છે. આ સંસારમાં સર્વ વસ્તુ ક્ષણિક છે. શરીર આજે સુખી દેખાય છે અને કાલે અનેક વ્યાધિઓથી વીંટાઈ જતાં વાર નહિ લાગે. લક્ષ્મી ચંચળ છે. આજે જે ઘરમાં લક્ષ્મી લીલા કરે છે તે ઘરમાં બીજેજ દિવસે ભૂત-પ્રેતના વાસા થાય છે. માટે આ અસ્થિર પદાર્થો પૂર્વકૃત પુણ્યના યોગે પ્રાપ્ત થયા હોય તો તેના ધર્મના માર્ગે સદુપયોગ કરી લેવા એજ પોતાનું છે. પરંતુ તેની પ્રાપ્તિથી હર્ષઘેલા થઈ-ફે લાઈ જઈને કર્મબંધન કરતાં અટકવું.
એ અંતરંગ છ શત્રુઓનું સ્વરૂપ બતાવ્યું. અથવા કામ, ક્રોધ, મદ, લાભ, હર્ષ ને શોક એ પણ છ શત્રુઓ કહેવાય છે. તેમાં પાંચનું વર્ણન ઉપર પ્રમાણે ક્ષણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com