________________
બેલ અઠયાવીશ
સિહ જેવા કૂર પ્રાણિઓ પણ ઉપકારીને ઉપકાર સંભારી બદલો વાળવાગુણ કરવા ચૂકતા નથી. પૃથ્વીને પર્વત અને સમૂદ્રોના બોજ કરતાં પણ કરેલા ઉપકારને ભૂલી જનાર તથા ઉપકાર ઉપર અપકાર કરનાર મનુષ્યોનો બહુજ ભાર જણાય છે; પરંતુ ઉપકારીને બદલો ઉપકાર કે સેવા કરીને વાળનાર અગર અપકાર ઉપર ઉપકાર કરનાર પુરૂષોનો ભાર બિલકુલ જણાતું નથી.
અરે! અવ્યકત ચૈતન્યવાળાં ઝાડો પણ પત્થર ફેંકનાર-અવગુણ કરનારદુઃખ આપનાર માણસને ફળ આપવા રુ૫ ગુણ કરે છે. જયારે મનુષ્ય જેવો ઉચ્ચ અવતાર પામીને અવગુણ કરનાર ઉપર અગર કંઈ પણ અવગુણ ન કરનાર દુ:ખી નિરાધાર ઉપર ગુણ કરવો તે દૂર રહ્યો પણ ધર્મને-આત્મ-કલ્યાણનો માર્ગ બતાવી ગુણ કરનાર ગુરૂ આદિકના ઉપકારનો બદલો તેમની આશા ઉઠાવી કે સેવાભકિત કરીને ન વાળી શકે તો એના જેવો બીજો અધમ કોણ?
અગર બાળપણથી પાણી પાનાર કે ઉછેરનાર મનુષ્યને અડ પણ નારી યેળ વિગેરે ટાઢ, તડકા, છેદન, ભેદન ભાર વિગેરે સહન કરી ઉપકાર કરનારને અમૃત સમાન પાણી અને ફળ વિગેરે આપી શાંતિ ઉપજવે છેગુણ કરે છે કરેલા ઉપકારનો બદલો વાળે છે. એક અધમાધમ માણસ સો વાર ઉપકાર કરનારને
એકાદ વખત ફકત અપરાધ થઈ જાય તો પણ બધા ગુણો ભૂલી જઈને અપરાધની શિક્ષા કરે છે, જયારે ઉત્તમોત્તમ પુરૂષ સેંકડો અપરાધ કરનારને એકાદ વખતના ઉપકારથી બધા અપરાધની માફી આપે છે.
ઉપકાર કરનાર કે બીજાએ કરેલો ઉપકાર ન ભૂલનારને અભ્યદય થાય છે અને અપકાર કરનારને કે કોઈએ કરેલા ઉપકારને ઓળવનારને તેનું માઠું ફળ પણ અવશ્ય મળે છે. વ્યવહારમાં પણ ઉપકારીને ઉપકાર ન જ ભૂલવો જોઈએ; તે પછી ધર્મ પમાડનાર ધર્મગુરૂ પ્રમુખને ઉપકાર તો નજ ભૂલી શકાય. એ નીતિમાર્ગાનુસારી-માણસાઈને ૨૮ મો ગુણ બતાવ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com