________________
બોલ અઠયાવીશમે
થોડો પણ ઉપકાર કરનારને ઉપકારી ગણવો જોઈએ અને તેનું બહુમાન કરવું જોઈએ, એ ઉન્નતિનો ઉત્તમ ઉપાય છે.
ઉપર બતાવેલ પ્રસંગોમાંથી કોઈ પણ પ્રસંગથી ઉપકારી પાસે ઘેરાયેલો જણાય કે તરત તે પ્રસંગમાંથી, પ્રતિકૂળ સંયોગમાંથી ઉપેકારીને તન, મન ને ધનના ભોગે મુકત કરી પોતા ઉપર રહેલો ઉપકારનો બોજો ઉતારે. એવા કોઈપણ ઉપકાર વાળવાને પ્રસંગ ન આવે તો છેવટ એવો અવસર ક્યારે આવે કે ઉપકારી આત્માએ કરેલા ઉપકારનું ણ વાળ?” એવી ભાવના તો જરૂર ભાવવી જ જોઈએ.
કરેલા ઉપકારને જાણવા રુપ કે ન જાણવા ૫ ભંગી દાલાંગ સૂત્રના ચોથે ટાણે બતાવી છે. જેમ કે
૧. ગુણઉપર ગુણ કરનાર, ૨. ગુણ ઉપર અવગુણ કરનાર, ૩. અવગુણ ઉપર ગુણ કરનાર અને
૪. અવગુણ ઉપર અવગુણ કરનાર એમ ચાર પ્રકારના માણસો દુનિયામાં હોય છે.
તેમાં કરેલા મહાન ઉપકારનો બદલો ઉપકારરુપે વાળનાર ઉત્તમ, | ઉપકારી ઉપર અપકાર કરનાર અધમમાં અધમ, અવગુણ કરનાર ઉપર ગુણ કરનાર ઉત્તમમાં ઉત્તમ અને અવગુણ કરનાર ઉપર બદલો વાળવા સામે અવગુણ કરનાર અધમ કોટિનો ગણાય છે. અધમાધમ માણસો વિશેષ પ્રમાણમાં હોય છે. અધમ માણસો પણ ઘણા હોય છે. ઉત્તમ માણસ થોડા જ હોય છે અને ઉત્તરોઉત્તમ તો બે ચાર ભાગ્યે જ મળી શકે.
કરેલા ગુણને ભૂલી જનાર કે ગુણ ઉપર અવગુણ કરનાર માણસ કુતરા કરતાં પણ હલકો-ઉતરતે છે. કટકો રોટલો આપનાર ધરીની દિલોજાનથી અનેક રીતે સેવા બજાવનાર કુતરે તેવા માણસથી હજર દરજજે શ્રેષ્ઠ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com