________________
માસિક અંગે અમારું વક્તવ્ય.
આ પુસ્તક ગ્રાહક ગણુ સમક્ષ રજુ થશે ત્યારે આ માસિક લગભગ બાર માસ પૂરા કરશે; તે અંકોનો આાંત અભ્યાસ કરી કોઈ પણ લેખક બંધુ તે સંબંધમાં સમાલોચના મોક્લી આપશે તે અમે તેને ઉપકાર માનીશું. અમારી ભાવના ગમે તેમ ગાડું ગબડાબે જવું એ નથી, પરંતુ વિકાસ સાધવ એ છે અને તેથી કેાઈપણ નિષ્પક્ષપાત લેખક માસિકના ધોરણમાં સુધારો કરવાની દૃષ્ટિએ જે કાંઈ લખી મોકલશે તે પર પૂરતું ધ્યાન આપવાનું અમારા વાંચક વર્ગને કહેવાપણું નજ રહે.
માસિની છપાઈ, કાગળ, ભેટનું પુસ્તક અને તેનું કદ આ*િ પરથી વાંચક જરૂર જોશે કે તેમાં શી નવીનતા છે; છતાં તેનું લવાજમ કેટલું છે તે પણ સાથે સરખાવશે. નફે કરવાની અમારી ભાવના નથી, ન રહે તે વધારે ફોર્મનું વાંચન ગમે તે રૂપમાં આપવા અમે તૈયાર છીએ. પરંતુ હજી માસિક પગભર તે નથી; તે છતાં શુદ્ધ વસ્તુ, શુદ્ધ ભાષા અને શુદ્ધ સાહિત્યનો પરિચય આપવા અમે પ્રયત્ન તે સે છે; અમારી તે ફરજ છે એટલે તે માટે
( ૭ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com