________________
પં. સુખલાલજીએ આ માટે જે અનુજ્ઞા અમને આપી અને જે ‘પુનરાવર્તન લખી આપ્યું તે બદલ અમે તેમને ઉપકાર માનીયે છીયે.
સુધષાના ગ્રાહકગણુ સમક્ષ આ નાનકડી ભેટ મૂકતાં હર્ષને ખેદ એ બન્ને થાય છે. હર્ષ એટલાજ માટે થાય છે કે જૈન દર્શનના પ્રામાણિક અભ્યાસ માટે આ પ્રાથમિક જ્ઞાનને પ્રખ્ય તેમને પ્રાપ્ત થાય છે, પરંતુ કેટલા આ વિષય સમજી શકશે અને તેમાં રસ લેશે તેને અમને ખ્યાલ ન હોવાથી તેમજ જૈન પ્રજાને આવા પ્રત્યેના અભ્યાસની ટેવ ન હોવાને લઇ આ નાનકડી ભેટ ઘણે ઠેકાણે અભરાઈ પરજ પડી રહેશે એ વિચાર અમને ખેદ ઉપજાવે છે, આમ છતાં પણ સારું, ઉપયોગી અને તાત્વિક સાહિત્ય જનસમાજ સમક્ષ રજુ કરી તે દ્વારા વિચાર ધારા અને કેળવણુનો વિકાસ સાધવો એ પણ એક શુભ પ્રયત્ન છે અને તેથી આ પ્રયત્ન અમે સેવ્યો છે.
દછિદષથી, છાપયંત્રની ભૂલથી કે નજર દેષથી જે કાંઈ ખલના થઈ હોય, તે સુધારી લઈ વાંચવા અમારા વાચકોને ભલામણ છે, કોઈ પ્રકારે મોટી ભૂલ જણાય તો તે અમને સચવશે તો તે સુધારવાની તક પણ અમે લઇશું, આમ કઈ પણ પ્રકારની ભૂલ માટે અમે “નિધ્ય જે કુદત' દઈયે છીયે.
અનુવાદક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com