________________
ની છે, સંપૂર્ણ મૂલ આવશ્યષ્ણુત્ર નહિ, આ સ્થિતિમાં મૂલ આવશ્યકસૂત્ર વધારેમાં વધારે તેમના પહેલાના અથવા તો તેમના સમકાલીન કાઈ બીજા કૃતઘરે રચ્યું હોય એમ તેવું જાઇયે. આ દ્રષ્ટિએ એમ જણાય છે કે આવશ્યક રચનાકાલ ઇ. સ. પૂર્વની પાંચમી શતાબ્દિથી માંડી ઇ. સ. પૂર્વની ચોથી શતાબ્દિની પહેલી પચીસીમાં હોવું જોઈએ.
આવશ્યકસૂત્રના રચયિતા –બીજે પ્રશ્ન કર્તાના વિષે છે: “આવશ્યકસૂત્રના કર્તા કોણ છે ? તેના કર્તા તરીકે એક આચાર્ય છે કે અનેક ? આ પ્રશ્નના પ્રથમાંશના વિષયમાં નિશ્ચયરૂપે કાંઈ કહી શકાય તેમ નથી કારણ કે તે સ્પષ્ટ ઉલ્લેખ હજી કાંઇ મળ્યું નથી. દ્વિતીયાંશને ઉત્તર આ પ્રમાણે છે: “ આવશ્યક સૂત્ર ? એ કઈ એકની કૃતિ નથી, અલબત્ત એ આશ્ચર્યની વાત છે કે સંભવતઃ “આવશ્યકસૂત્ર” પછી તરત કે તેના સમસમયમાં રચાયેલા દશવૈકાલિક” સૂત્રના કર્તા રૂપે શ્રી શય્યભવસૂરિને નિર્દેશ શ્રીભદ્રબહુસ્વામિએ પોતેજ કર્યો છે; (દશવૈકાલિક નિર્યુક્તિ ગા૧૪-૧૫) પરતુ આવશ્યકત્રના કર્તાને સ્પષ્ટ નામપૂર્વક નિર્દેશ કર્યો નથી. શ્રી ભદ્રબાહુ સ્વામિ નિર્યુક્તિ રચતી વખતે જે દશ આગમો પર નિર્યુક્તિ રચવાની પ્રતિજ્ઞા કરે છે તે ઉલ્લેખમાં દશવૈકાલિક પહેલાં
આવસ્યકને ઉલ્લેખ કરે છે. દશવૈકાલિક શ્રી શય્યભવસૂરિની
१ आवस्सगस्सदसका,-लिअस्त तह उत्तरज्झमायारे ।
सूयगडे निज्जुत्ति, वुच्छामि तहा दसाणं च ॥ ८४ ॥ कप्पस्स य निज्जुत्ति, ववहारस्सेव परमणिउणस्त । सुरि अपण्णत्तीए वुच्छं इसिभासिआणं च ॥ ८५ ॥
ભાવાર્થ –આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને રૂષિભાષિત ઉપર નિર્યુક્તિ હું રચીશ.
( ૮૫ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com