________________
મોટા ટીકાકાર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી પણ સ્વીકારે છે, એ તેઓની ભાષ્ય ઉપરની વૃત્તિ જેવાથી અસંદિગ્ધપણે સ્પષ્ટ થાય છે. તેઓ પોતાની ભાષ્ય ઉપરની વૃત્તિમાં “સામાયિક..પ્રત્યાખ્યાન આદિ આવશ્યકના છએ અધ્યયનનો “આવશ્યકતસ્કન્ધ” એ પ્રકારને અર્થ સ્પષ્ટ શબ્દોમાં કરે છે, અને અંગબાહ્ય જેમાં તેઓશ્રી પોતે પ્રથમ જ “આવશ્યકશ્રુતસ્કલ્પ” નો સમાવેશ કરે છે તેને ગણધર પ્રશ્ચાતભાવી શ્રી જંબુસ્વામિ ખાદિ વડે રચાયાનું પ્રતિપાદન કરે છે, તેઓની વૃત્તિનો તે ભાગ નીચે પ્રમાણે છે –
गणधरा इन्द्रभूत्यादयः तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः । ते गणधरागन्तर्याः जम्बूनामादयः आदियेषां प्रभवादीनां ते गणधरान्तर्यादयः ।
सामायिक समभावो यत्राध्ययने वर्ण्यते, चतुर्विशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां स चतुर्विशतिस्तवः । वन्दनं गुणवतः प्रणामो यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थान प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तन यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र स्थानमौनध्यानरूपकायत्यागेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः। मूलीत्तरगुणधारणीयता यत्र ख्याप्यते 'तत् प्रत्याख्यानम् । एतैरध्ययनरावश्यकश्रुतस्कन्ध उक्तः । मनसुखभाई-भगुभाई-प्रकाशित श्रीयशोविजयजीकृत
तत्वार्थव्याख्या अ. १ सूत्र. २० पृ. ५० । ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જેવા શાબ્દિક, આલંકારિક, નૈયાયિક અને આમિક વિષે કઈ પણ એમ કહેવાનું સાહસ ભાગ્યેજ કરશે કે તેઓ ચાલતી શ્રુતપરંપરા કરતાં કાંઈ નવુંજ લખી ગયા છે અથવા તો તેઓને લાક્ષણિક અર્થ કરવાનું સૂઝયું નહિ. ઉપાધ્યાયજી વિશેષ આવશ્યક ભાષ્ય વગેરે અન્ય સમગ્ર આગમ ગ્રંથના ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com