________________
અભ્યાસી હતા અને વળી મલધારીશ્રી હેમચંદ્રની વૃત્તિ પણ તેઓની સામે હતી; તેથી જે તેઓને આવશ્યકનો અર્થ નિર્યુક્તિપરક કરવાનું એગ્ય લાગ્યું હોત તો તેઓશ્રી પિતાની શ્રી તસ્વાર્થ ભાષ્યની વૃત્તિમાં તે પ્રમાણે જરૂર કરત; પરંતુ તેમ ન કરતાં જે સીધો અર્થ કર્યો છે તે વાચકશ્રીના ભાષ્ય અને શ્રી સિદ્ધસેનગણિની ટીકાના વિચારને પિષક છે એમ કબુલ કરવું જ પડશે.
( ૪ ) શ્રી તવાર્થ ભાગ્ય અને તે ઉપરની બે ટીકાઓ એ ત્રણે પ્રમાણેનું સંવાદી અને બલવત સ્પષ્ટ પ્રમાણ એક ચોથું છે; અને તે સેન પ્રશ્નનું. સેન પ્રશ્નના મૃ. ૧૯ પ્રશ્ન ૧૩ એ આવશ્યકસૂત્રના કર્તા સંબંધમાં જ છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે આચારાંગના બીજા અધ્યયનની ટીકામાં લેગસ્સસૂત્રને શ્રી ભદ્રબાહસ્વામિકૃત કહ્યું છે તે શું આ એક જ સૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામિકૃત છે કે આવશ્યકના બધાં સૂત્રે શ્રી ભદ્રબાહુવામિત છે. અગર તો એ બધાં સૂત્ર ગણુધરકૃત છે? આને ઉત્તર સેન પ્રશ્નમાં જે આપવામાં આવ્યું છે તે ખાસ ધ્યાન આપવા જેવું છે. તેમાં કહ્યું છે કે
આચારાંગ આદિ અંગપ્રવિષ્ટમૃત ગણધરેએ રચેલું છે અને આવશ્યક આદિ અંગબાહમૃત શ્રતસ્થવિરેએ રચેલું છે એ વાત વિચારામત સંગ્રહ, આવશ્યકવૃત્તિ આદિથી જણાય છે. તેથી લેગસ્સસુત્રની રચના શ્રી ભદ્રબાહસ્વામિની છે અને અન્ય આવશ્યકસૂત્રની રચના નિર્યુક્તિ રૂપે તે તેઓની જ છે, અર્થાત લેગસ્સનું મૂલસૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામિકૃત છે, અને બાકીના આવશ્યકસૂત્રોની-નિર્યુકિત માત્ર શ્રી ભદ્રબાહુસ્વામકૃત છે. પરંતુ લોગસ્સ સિવાયના અન્ય આવશ્યકતા સૂત્રો તે શ્રી ભદ્રબાહુસ્વામિથી ભિન્ન અન્ય કૃતસ્થવિરોના રચેલાં છે, એ તે પ્રશ્નના ઉત્તરકથનને સાર છે. સેન પ્રશ્નનો સંપૂર્ણ પાઠ આ પ્રમાણે છેઃ
(૪૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com