________________
પણ વસ્તુને ઉતારવામાં ન આવે ત્યાં સુધી તેની સર્વોત્તમતા એ તો માત્ર પિતાની માની લીધેલી સર્વોત્તમતા જેવી જ માત્ર છે. અને વળી આપણી પ્રાચીન પ્રથામાં પણ સરખામણને અવકાશ કયાં ઓછા છે? જ્યારે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે ત્યારે જાણ્યેઅજાણે પણ પિતાના ધર્મતનું બીજા ધર્મત સાથે યથાશક્તિ તેલન કરે જ છે; અલબત્ત, એ ખરું છે કે પ્રાચીન પ્રથા અનુસારી તેલનો ઉદ્દેશ ગમે તે રીતે પિતાની વસ્તુને શ્રેષ્ઠ અને બીજાની વસ્તુને કનિષ્ઠ બતાવવાનો હોય છે, જ્યારે આ આધુનિક પ્રથામાં એ એકગીપણું કાંઈક દૂર થયેલું જોવામાં આવે છે. આચાર્યશ્રી હરિભદ્રજી અને ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની કૃતિઓમાંથી એવા સંખ્યાબદ્ધ વિચારો તારવી શકાય એમ છે કે જે માત્ર તટસ્થ તુલનાત્મક દષ્ટિએ કરાયેલા છે. વળી આપણે પ્રાચીનકાળમાં થયેલું એ જ બધું
ક્યાં કરીયે છીયે ? ઘણું જુનું છેડીયે છીયે અને નવું સ્વીકારી છીયે, જે તુલનાત્મક પદ્ધતિ સર્વગ્રાહ્ય થતી જતી હોય તો તે દૃષ્ટિએ આવશ્યકક્રિયાનું તોલન કરવામાં હું તેનું મહત્ત્વ જોઉં છું. સમભાવ એ મુખ્ય જૈનત્વ છે; તેને આવિર્ભાવ માત્ર કુળ જેન કે રૂઢ જૈનમાં જ હોય અને અન્યત્ર ન હોય એમ તો જેનશાસ્ત્ર કહેતું જ નથી. જેનશાસ્ત્ર ઉદાર અને સત્યાગ્રહી છે, તેથી તે જાતિ, દેશ, કાળ કે રૂટિનું બંધન ન ગણકારતાં જ્યાં જેવું તત્વ સંભવે ત્યાં તેવું જ વર્ણવે છે. આ કારણથી જેન આવસ્યકક્રિયાની જેનેતર નિત્યકર્મ કે સ-બા આદિ સાથે તુલના કરવામાં જે બીજાઓ દૂષણ માને છે તેને જ હું ભૂલણ માનું છું. અને આ વાતને વધારે તો સમય જ સિદ્ધ કરો.
પહેલા મતભેદ વિષય કર્તાના સમયને છે. ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકસૂત્ર ગણધરન નહિ, પણ અન્ય કોઈ સ્થવિરકૃત છે એવા ચારા વિચારનું તાત્પર્ય જે કાઈ ટીકાકાર એવું કહેતા હોય કે આ
( ૪ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com