SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આકર્ષા અને કેટલાએકનો તે પ્રસ્તાવના માંહેના અમુક મુદ્દાઓ સાથે વિરોધ પણ દેખાવા લાગો. જો કે મતભેદ નહિ ધરાવનાર અવિધિઓની સંખ્યા મોટી હતી અને હજી પણ છે, છતાં પણ મતભેદ ધરાવનાર ટીકાકારોની નાની સંખ્યા તરફ મારું ધ્યાન આદરપૂર્વક ગયેલું છે. મેં જે વિચાર્યું છે અને જે લખ્યું છે તે સત્ય છે તેમાં કશું જ પરિવર્તન કરવા જેવું ન હોઈ શકે એ દા તો હું ત્યારેજ કરી શકું કે જ્યારે સાતિશય જ્ઞાન કે દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થયાનું અભિમાન મને હોય. એ પ્રસ્તાવના લખતી વખતે કેટલાક મુદ્દાઓ સંબંધે મારા જે વિચારો હતા તેમાં આજે થોડું પરિવર્તન થયું છે; તેજ બાબતને અત્યારે જે મારે લખવી હોય તો તે બીજીજ રીતે હું લખું એમ મને લાગે છે, તેમ છતાં આવશ્યકસૂત્રના ર્તા વિષેના મારા વિચાર હજી બદલાયા નથી એ મારે સ્પષ્ટ રીતે જણાવી દેવું જોઈયે, આ પ્રસ્તાવનામાં કરાયેલા આવશ્યકક્રિયાને સમર્થન સામે તે કઈ પણ રૂઢિગામી સંપ્રદાયિક સાધુ કે ગ્રહસ્થનો લેશ પણ વિરોધ કે મતભેદ ન હોય એ દેખીતું છે; એવા લોકો માટે તે મતભેદ કે વિરેધના વિષય માત્ર બે છેઃ (૧) આવશ્યસૂત્રના ર્તા વિષેને મારો મત અને (૨) જેન આવશ્યકક્રિયાની જેનેતર નિત્યકર્મ સાથે સરખાવવાની મારી પદ્ધતિ. બીજા મુદ્દાના બચાવ ખાતર મારે ટીકાકારોને એટલું કહેવું જ કહેવું જોઈએ કે આજે જે તુલનાત્મક પદ્ધતિએ અભ્યાસ શરૂ થયું છે અને જે લગભગ સાર્વત્રિક થતો જાય છે તેથી ડરવાને કશું જ કારણ નથી. જે આપણી વસ્તુ સર્વોત્તમ હોય તે તુલનામાં તે બતાવી શકાય, અને જે તેવી સર્વોત્તમ વસ્તુને એક અભ્યાસી બરાબર સરખામણી કરી તેની સજાગતા સાબિત ન કરી શકે તો તે કાર્ય કોઈ બીજે કરે; પરન્તુ જ્યાં સુધી સરખામણીમાં કોઈ ( ૩ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034979
Book TitleNavkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherJain Yuvak Seva Samaj
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy