________________
અગર વિશિષ્ટતાના સૂચક મનાય છે, પરંતુ એ બન્ને બાબતો હોવા છતાં પણ હું એ આત્તિને એ દૃષ્ટિએ સફળ યત્ન માનવા લલચાયો નથી. સફળતાની મારી મુખ્ય કટી મારો આત્મસંતોષ છે. ગમે તેટલી માગણીઓ આવી અને અનુકરણો પણ થયાં છતાં એ આવ. તિથી મને પૂર્ણ સંતોષ થયોજ છે એમ નથી; તેથી મારી કરોટીએ એ આવૃત્તિની સફળતા અધૂરી જ છે, તેમ છતાં એ આવત્તિમાંથી મને જે થોડે ઘણે આશ્વાસ મળે છે તે એટલા સારૂ કે મેં તે વખતે એ આવૃત્તિ માટે મારાથી જે શકય હતું તે કરવામાં લેશ પણ ઉપેક્ષા કરી ન હતી. તે આવૃત્તિમાં મેં કેટલીક નવીનતાઓ દાખલ કરી છે, તેમાંની એક નવીનતા તે જૈન સમાજ માટે એ છે કે અત્યાર સુધીમાં “આવશ્યક” જેવા મહત્ત્વપૂર્ણ અને નિત્યકર્મ મનાતા વિષય તથા તે વિષેના સાહિત્ય ઉપર શાસ્ત્રીય ભાષામાં કે લેકભાષામાં કશું જ લખાયું ન હતું તેનું મંગલ મુહૂર્ત કર્યું અને પ્રસ્તાવના દ્વારા એ દિશામાં વિચાર કરવાની પહેલ કરી.
પ્રતિપાદક શૈલિએ આવશ્યકનાં મૂળતો સમજાવવા અને ઐતિહાસિક દૃષ્ટિએ આવશ્યક સૂત્રોના સમય તથા કર્તાનો વિચાર કર તેમજ હમણા હમણા જોકપ્રિય થયેલી તુલનાત્મક પદ્ધતિએ આવશ્યગત વિચારે તથા તેના પ્રતિપાર્ક સૂત્રોનું જૈનેતર સંપ્રદાયોના નિત્ય કર્મ સાથે તેલન કરવું એ હિન્દી પ્રસ્તાવના લખતી વખતે મારી પ્રવૃત્તિનું ધ્યેય હતું. તે માટે મેં તે વખતે પુષ્કળ તૈયારી અને શ્રમ પણ કરેલે, તેમ છતાં પણ તેમાં આપવાના ઘણું મુદ્દાઓ અને બીજી ઘણુ વિગતે મારી માંદગી અને બીજા કારણોથી રહી જ ગઈ; તેને બીજી આવૃત્તિમાં દાખલ કરું અને પ્રથમ આવૃત્તિની ત્રુટીઓનું સંશોધન કરે તે પહેલાં હું એક બીજા જ માથું ન ઉંચુ કર્ણ થાય તેવા કાર્યભાર નીચે દબાયો. દરમ્યાન હિન્દી પ્રસ્તાવના વાંચનાર કેટલાએક એ તરફં.
( ૩ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com