________________
૮૨ : મેવાડના ગુહિલે
પત સંપ્રદાયના સાધુઓ રાજકુલેને તૈયાર કરવાને પ્રવૃત્ત થયા હતા. ઈ. સ. ૯૭૩ માં હર્ષગિરિના પાશુપતાચાર્ય વિશ્વરૂપના શિષ્ય ચૌહાણાકુલમાં ઉત્સાહ અને શૌર્ય રેડતા હતા, ત્યારે ઈ. સ. ૭૧ માં ત્રિકુટ ગિરિના પાશુપતાચાર્ય હારીતરાશિના શિષ્ય મેવાડના ગુહિલ કુલમાં પૌરાણિક ક્ષત્રિયના સંસ્કારે ઉત્તેજતા હતા. નરવાહનને નાથ મંદિરને લેખ તેની પૂરેપૂરી સાક્ષી પૂરે છે. (જુએ, પાછળ પૃ. ૩૮-૪૦ ). બને લેખોમાં મૂલ પુરૂષને અને તેઓના ઇતિહાસને ઉડાવી દઈ, તેઓના વંશને રઘુકુલના કહ્યા હોય, તેથી મૂલ પુરુષના વિપ્રત્વને બાધ શી રીતે આવે છે ? નરવાહનના સમયના નાથ મંદિરના લેખથી જેમ આટપુરાદિના લેખને કંઈ અસર થતી નથી, તેમ હર્ષનાથના લેખથી બીજેલિયાના લેખમાં કંઈ પણ શંકાવકાશ રહેતું નથી.
(ઘ) પરમારેનું વિપ્રવ તે જ પ્રમાણે પરમાર કુલ મૂલ પુરુષ બ્રાહ્મણ હતા, એવું સબલ પ્રમાણ મળી આવે છે. તે કુલના રાજા ઉદયાદિત્ય ( ઈ. સ. ૧૦૫૯-૧૦૮૦ ) ના સમયની માલવમહીપાલપ્રશસ્તિ અથવા ઉદયપુરપ્રશસ્તિને એક શિલાલેખ પ્રાપ્ત થયેલ છે.પ તેના પાંચમા અને છઠ્ઠી લેકમાં પરમારકુલની ઉત્પત્તિ વસિષ્ઠના અગ્નિકુંડમાંથી થઈ છે, એમ કહીને સાતમા શ્લોકમાં તેના પ્રથમ રાજ ઉપેન્દ્રને દ્વિજવર્ગ-રત્ન એટલે શ્રેષ્ઠ બ્રાહ્મણ કહ્યો છે.૮૬ મુંજરાજાને તેના કવિ હલાયુધે બ્રહ્મક્ષત્ર કહ્યો છે, તેની
૮૫. પ્રાચીન લેખમાલા, પુ. ૧, પૃ. ૧૯૭–૧૯૯ તથા Epigraphia Indica, Vol. I, p. 234. ८६. तर्दन्ववायेऽखिलयज्ञसंघतृप्तामरोदाहृतकीर्तिशसीत् । ___ उपेन्द्रराजो द्विजवर्गरत्नं शौर्यार्जितोतुङ्गनृपत्वमानः ॥७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com