________________
મેવાડના ગુહિલે ઃ ૮૧ નાથને લેખ મૂકે છે.૨૩ હર્ષનાથને શિલાલેખ જયપુર રાજ્યના શેખાવરી પ્રાંતમાં આવેલ હર્ષ પર્વત ઉપર ચૌહાણ રાજા વિગ્રહરાજના ગુરુ પાશુપતસંપ્રદાયી અલદ્દે હર્ષનાથનું મ દિર બંધાવી, તેમાં નંખાવ્યો છે. તે લેખમાં મૂલ પુરુષ સામતથી નહિ, પણ તેના વંશજ ગુવકથી વિગ્રહરાજ અને તેના ભાઈ દુર્લભરાજ સુધી વંશાવલિ આપી છે. તે પ્રસંગે ચૌહાણ કુલની ઉત્પત્તિ વિષે કંઈ પણ નિર્દેશ કરવામાં આવ્યું નથી; માત્ર પોતાના આશ્રિત રાજા વિગ્રહરાજના પિતા સિંહરાજને અલ્લક રધુકુલને કહ્યા છે. તે લેખ બીજેલિયાના લેખ પહેલાંને છે, માટે વધારે વિશ્વસનીય છે; અને તે લેખમાં જ્યારે મૂલ પુરુષના એક વંશજને રઘુકુલને કહ્યા છે, ત્યારે બીજોલિયાના લેખમાં મૂલ પુરુષને વિપ્ર કહ્યા છે, તે અસત્ય છે, એવી દલીલે આગળ ધરી, વિદ્વદ્વર્ય વૈદ્ય મહાશય મૂલ પુરુષના વિપ્રત્વનું ખંડન કરે છે.
બીજેલિયાને લેખ સોમેશ્વર રાજાએ પિતે તૈયાર કરાવ્યો છે, છતાં તે અસત્ય અને હર્ષનાથને લેખ એક રાજાના ગુરુ સાધુએ તૈયાર કરાવ્યું છે, તે વધારે વિશ્વસનીય શા માટે ? છતાં અલટું જાણું જોઈને મૂલ પુરૂષ અને તેના ઈતિહાસની ઉપેક્ષા કર્યાનું નથી જણાતું ? સત્ય હકીકત તો એ છે કે હિંદુસ્તાનના ઈતિહાસના મધ્ય યુગમાં લકુલીશ અથવા પાશુ
<3. History of Mediaeval Hindu India, Vol. II. pp. 91–92.
૮૪. તે જ પુ. ૨ પૃ ૩૦૨ તથા પ્રાચીન લેખમાલા, પુ. ૨ પૃ. ૧૯૬૨૦૨ તથા Epigraphia Indica Vol. II, pp. 119–25.
श्रीमद्वाक्यतिराजसनुरसमः श्रीसिंहराजोऽभवत् ॥१८॥ तन्मुक्तयर्थमुपागतो रघुकुले भचक्रवर्ती स्वयम् ॥१९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com