________________
૮૦ : મેવાડના ગુહિલે
હતા; તે હારિતગાત્રની બ્રાહ્મણુકન્યા સાથે પરણ્યા હતા; તેના વશો ચાલુકચો કહેવાયા. પરંતુ ચાલુકચો શા માટે? તેનુ રહસ્ય તા અંધકારમાં જ રહેવાનું. બ્રહ્મદેવની અંજલિમાંથી કે દ્રોણાચાર્ય ની અંજલિમાંથી થયેલ ઉત્પત્તિની કથા કેવલ કલ્પિત અને અસંભવિત છે છતાં તે કથાના અંતરમાં રહેલા સત્યમાં કંઇ પણ શંકા લાવવાનું કારણ નથી. ચાલુકય વંશનું ક્ષેત્રત-ત્ત્વ બ્રાહ્મણનું જ હતું, તેનુ તે કથાએ સ્મરણ કરાવે છે. (ગ) ચૈાહાણનુ વિપ્ર
પૃથ્વીરાજરાસામાં આપેલ ચાર અગ્નિકુલા પૈકી કદાચ ઉપયુકત ચાલુક્યની ઉત્પત્તિની કથા સ ંદિગ્ધ હોય, પરંતુ ચૌહાણ, પ્રતિહાર અને પરમાર વશેની ઉત્પત્તિ માટે તે નિઃસદેહ પ્રમાણેા પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે! ન જ માનવાં હાય તા તેને કંઇ ઉપાય નથી. પરંતુ ન માનવાને માટે જે કારણેા આપવામાં આવે છે, તે કારણેા સામાન્ય સમજનાં મનુષ્યા તા સ્વીકારી શકે નહિ. પ્રતિહાર વિષે હવે પછી સવિસ્તર ચર્ચા કરવામાં આવશે. હાલ તુરત પ્રથમ ચૌહાણ વંશની ચર્ચા કરી, પછી પરમાર વશની ચર્ચા સમાપ્ત કરીશું. ચૌહાણુ અથવા ચાહપાનનું કુલ દર્શાવનારા માત્ર બે શિલાલેખા પ્રાપ્ત થાય છે. એક લેખ સુપ્રસિદ્ધ પૃથ્વીરાજના પિતા સામેશ્વરે તૈયાર કરાવેલ ઇ. સ. ૧૧૬૯ના ખીજોલીયાના છે.૧ તે લેખમાં ચૌહાણુ કુલના મૂલ પુરુષ સામન્તને અહિચ્છત્રનિવાસી, વત્સગેાત્રી અને વિપ્ર કહ્યા છે. વિદ્વ વૈદ્ય મહાશય તેની સામે ઈ.સ. ૯૭૩ના હુ
૮૧. તેજ, પુ. ૩, પૃ. ૪૭૯ તથા Journal of the Assiatic Society of Bengal, Vol. 55, pp. 41–3.
८२. विप्रः श्रीवत्सगोत्रेऽभूदहिच्छत्रपुरे पुरा ॥
सामन्तोऽनन्त सामन्पूर्णतल्लो नृपस्ततः ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com