________________
મેવાડના ગુહિલે : ૦૭ પાડે તે પણ સઘળાં કુલના લેખમાંથી તેઓનું બ્રાહ્મણમૂલ પ્રછન્ન રહી શકતું નથી. પશ્ચિમ મહારાષ્ટ્રના બાદામી ચાલુને માત્ર માનવ્યગેત્ર અને હારીતિપુત્રો કહ્યા છે.૫ ત્યારે કૃષ્ણા નદીના મુખની આસપાસ પૂર્વ દેશના વેંગના ચાલુને તે ઉપરાંત ચંદ્રવંશી કહ્યા છે એટલું જ નહિ, પણ તેઓના રાજકવિઓએ તે મેવાડના રાજકવિઓની પણ સ્પર્ધા કરવાને પ્રયત્ન કર્યો છે. ચાલુક્યવંશને ચંદ્રવંશના છેલ્લા રાજા ક્ષેમક સુધી લઈ જવામાં આવેલ છે; બંને કવિઓ કહે છે કે ચંદ્રવંશી રાજ ક્ષેમક તેમ જ સૂર્યવંશી રાજા સુમિત્ર પછી તે બંનેના વંશજોએ અયોધ્યામાં એકી સાથે એક જ સમયે યુગપત્ રાજ્ય કર્યું હતું, છેલ્લે રાજા વિજયાદિત્ય જ હતું, તે દક્ષિણમાં ગયે, અને ત્યાં રાજ્ય જમાવ્યું; અહીંથી બંનેની કથાઓ સ્વરૂપે બદલાય છે; પણ અંતરમાં તો એકસરખી જ રહે છે. બંને કથાઓમાં વિધવા રાણીએ બ્રાહ્મણને આશ્રય લે છે, ત્યાં તેઓને પુત્ર જન્મે છે; તે બ્રાહ્મણો તે પુત્રોને રાજ્ય મેળવવાને લાયક બનાવે છે. છતાં દક્ષિણના કવિઓ પોતાના રાજાઓના મૂળપુરુષને ચંદ્રવંશી અને મેવાડના કવિઓ પોતાના રાજાઓના મૂળપુરુષને સૂર્યવંશી ઠરાવે છે. તેટલી ગડમથલ કર્યા છતાં બંને કવિઓ તેઓનાં ગોત્રો બદલાવી નાંખવાની હિંમત કરી શકતા નથી. મેવાડના કવિઓ ગુહિલેનું બેજવાપ ગોત્ર કાયમ રાખે છે; તેમ જ દક્ષિણના કવિઓ ચાલુક્ય રાજાઓનું માનવ્ય અને હારીતિપુત્ર-એમ બે ગાત્રો કાયમ રાખે છે. અર્થાત
૭૫ ઈ. સ. ના સાતમા સિકાનું વિજ્યાદિત્યનું તામ્રપત્ર, પ્રાચીન લેખમાળા પુ. ૨. પૃ. ૧૭–૨૦; તથા Indian Antiguary Vol. 12, pp. 91-98.
૭૬ પ્રાચીન લેખમાલા પુ. ૧. પૃ. ૧૩૧-૧૩૮, વિષ્ણુવર્ધનનું દાનપત્ર તેમ જ તે જ, પુ. ૧. પૃ. ૨૦૫-૨૧૨, વીરચોડ મહીપતિનું દાનપત્ર, ઈ. ૧૦૭નું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com