________________
૭૮ ઃ મેવાડના ગુહિલે બંને કવિઓ તેઓનું બ્રહ્મત્વ સંતાડી દે છે, છતાં તેને બહિષ્કાર કરવાની ધૃષ્ટતા કરતા નથી.
તે જ ચાલુક્ય વંશની એક શાખાએ લાટ દેશમાં એટલે દક્ષિણ ગુજરાતમાં રાજ્ય કર્યું હતું. તેના છેલ્લા રાજા ત્રિલેચનપાલના ઈ. સ. ૧૦૫૦ના દાનપત્રમાં તે સ્પષ્ટ લખ્યું છે કે બ્રહ્મદેવે દાનવોને મારવા માટે પોતાના ચુલુકમાંથી એટલે ખેબાના જલમાંથી એક વીર પુરુષને ઉત્પન્ન કર્યો, તેને કાન્યકુજના રાજાની કન્યા પરણવાની આજ્ઞા કરી, અને તે ઉપરથી તેનું કુલ ચૌલુક્ય કુલ કહેવાયું. બિલ્હણના વિક્રમાંકદેવચરિત (સર્ગ. ૧) માં પણ તેવી જ કથા આપી છે. તે લેખમાં તે કુલના ગેત્રને નિર્દેશ કરવામાં આવ્યો નથી.૭૭
તે સિવાય તે કુલની એક બીજી શાખાને ઈતિહાસ જબલપુર પાસે આવેલ બિહારી ગામમાંથી મળી આવેલ ત્રિપુરી (જબલપુર)ના કલ્ચરી વંશના રાજા યુવરાજ બીજાના સમયના એટલે ઈ. સ. ૮૦ ની આસપાસના સમયના શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે. શ્રી વંશના રાજા કેયૂરવર્માએ એક ચાલુક્ય રાજા અવનિવર્માની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તે અવનિવર્મા, ભરદ્વાજના પુત્ર દ્રોણાચાર્યે દ્રુપદ રાજાને વધ કરવાને માટે પિતાના ચુલુકમાંથી ઉત્પન્ન કરેલ એક વીર પુરુષના વંશને હતું, એમ તે લેખના કવિએ લખ્યું છે.૭૮ તે ઉપરથી તે બને તે માટે જુઓ, indian Antiguary, Vol. 14, pp. 50–55, and South Indian Inscriptions, Vol. I, py. 53-57. - ૭૭ પ્રાચીન લેખમાળા પુ. ૧. પૃ. ૨૭–૩૨. તથા Indian Antiguary, Vol. 12, pp. 201-208.
૭૮ પ્રાચીન લેખમાલા પુ. ૨. પૃ. ૧૨૯-૫૪૦, તથા મhigraphia Indico, Vol. I pp. 254–62.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com