________________
૭૬ઃ મેવાડના ગુહિલે ગઈ? શા માટે તેવા લેખોની ઉપેક્ષા કરવામાં આવે છે? અગ્નિકુલને અર્થ શું છે ? છેક વૈદિકકાળથી અગ્નિને બ્રાહ્મણ કહેવામાં આવે છે. ૭૩ તેથી અગ્નિકુલને અર્થ બ્રાહ્મણુકુલ જ થાય છે. બ્રાહ્મણથી થયેલ ઉત્પત્તિ છુપાવી રાખવાના હેતુથી ચતુર કવિઓએ સૂયંકુલ અને ચંદ્રકુલની સાથે બેસી શકે તેવા અગ્નિકુલની કલ્પના ઉપજાવી કાઢી. પ્રોફેસર દેવદત્ત તેવાં કેટલાંક રાજકુલેને કેટલાક લેખમાં બ્રાહ્મણોત્પન્ન કહ્યાં છે, તે હેતુ બતાવી, તેઓનું વિદેશીપણું સિદ્ધ કરવા રણશંખ ફૂ છે. અલબત્ત તે કારણથી અહીંના વિદ્વાન સુભટે ઉશ્કેરાઈ જાય તે સ્વાભાવિક છે; પરંતુ તેથી મૂલ વસ્તુસ્થિતિને વિકૃત કરી નાખવાનું કંઇ પ્રોજન જણાતું નથી. પ્રોફેસર દેવદત્ત ભાંડારકરના રણવાદ્યવાદનથી વિક્ષિપ્ત થયેલા વિદ્વદ્વર્ય વૈદ્ય મહાશય પણ ઉપર્યુક્ત ચાર કુલ પિકી પરમાર કુલનું અગ્નિકુલત્વ તે. સ્વીકારે છે.* છતાં વસ્તુસ્થિતિ તે ચારે કુલેની લગભગ સરખી જ છે.
(ખ) ચાલુક્ય વંશનું વિપ્રત્વ વિર્ય વૈદ્ય મહાશયે સેલંકી કુલના એટલે ચાલુક્ય અથવા ચાલુક્ય કુલના ત્રણચાર ભાગે પાડ્યા છે. ગમે તેટલા ભાગો
૭૨ જુઓ, ઈ. સ. ૧૧ મા સૈકાની માલવમહીપતિપ્રશસ્તિ, અથવા ઉદયપુરપ્રશસ્તિ; પ્રાચીન લેખમાળા, પુ. ૧, પૃ. ૧૯૭-૧૯૯ અથવા Epigraphia India, Vol. I તેમ જ માલવાના પરમાર રાજા નરવર્માને ઈ. સ. ૧૧૦૪ ને શિલાલેખ; પ્રાચીન લેખમાલા. પુ. ૨ પૃ. ૨૦૩-૨૧૧
૭૩ શતપથબ્રાહ્મણ, ૧૦-૪-૧૫ તથા ૨-૪-૫, તેમ જે કૌષિતકી બ્રાહ્મણ, ૯-૧-૫૭-૧૨-૧૮ તથા બહદારણ્યકોપનિષદ ૧-૪-૧૫
08. History of Mediæval Hindu India, by C. V. Vaidya, Vol I, p. 81
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com