________________
મેવાડના ગુહિલો : ૭૫
૨. વિષુવૃદ્ધ અને હરિત સૂર્યવંશી માંધાતાના વંશજો હોવા છતાં,
તેઓ શુદ્ધ બ્રાહ્મણે જ મનાય છે. ૩. વિશ્વામિત્ર અને આર્થિણ (દેવાપિ) ચંદ્રવંશી ક્ષત્રિય જાતિ
માં ઉત્પન્ન થયા છતાં, તેઓની ગણના શુદ્ધ બ્રાહ્મણવર્ગમાં જ થાય છે. ૪. ભઈ પટને પરશુરામ સાથે સરખાવેલ છે, તે પરશુરામે ક્ષાત્રક
કર્યા છતાં, તેઓ શુદ્ધ બ્રાહ્મણરૂપે જ અદ્યાવધિ પૂજાય છે. અર્થાત્ તેઓ સઘળાને બ્રહ્મક્ષત્ર કહેવાનું કારણ એટલું જ છે કે તેમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયના ગુણો હતા.
(ક) અગ્નિકુલ એટલે શું? ૧. વિદ્રય ઓઝાશ્રીએ જે ઐતિહાસિક દષ્ટાંત આપ્યાં છે, તે શું નિર્વિવાદ સિદ્ધ થયેલ છે? મુંજને તેના જ કવિએ બ્રહ્મક્ષત્ર કહે છે. તેમ જ અનેક લેખમાં પરમારવંશને અગ્નિ વંશ કહેવામાં આવ્યું છે; છતાં તે સર્વ લેખો અસત્ય અને તે વંશના કેઈ રાજાને કઈ કઈ લેખમાં ક્ષત્રિય કહ્યા હોય તે સત્ય, એમ માનવાનું અથવા મનાવવાનું પૂર્વગ્રહ સિવાય બીજું કંઈ કારણ છે? ચૌહાણે, સેલંકીએ, પરમારે તથા પ્રતિહાર વસિષ્ઠ ઋષિના યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયા હતા, તે કથા અવશ્ય દંતકથા છે; પરંતુ શા માટે તે દંતકથા ઉદ્ભવી ! શા માટે તેઓને અગ્નિકુલના કહ્યા? વિદ્વય ઝાશ્રી કહે છે કે પૃથ્વીરાજરાસ ઈ. સ. ૧૬૦૦ની આસપાસના સમયમાં રચાય હતે (ભૂમિકા પૃ. ૨૪ તથા ૨૧૪); તે રાસાના કર્તાએ અગ્નિકુલની કથા ઉપજાવી કાઢી છે. (પૃ. ૬૩-૬૬). પરંતુ ઈ. સ. ૧૬૦૦ પહેલાના શિલાલેખોમાં તે કથા ક્યાંથી શું સી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com