________________
૭૪ ઃ મેવાડના ગુહિલે
હલાયુધે સ્વવિરચિત પિંગલસૂત્રવૃત્તિની ભૂમિકામાં મુંજને બ્રહ્મક્ષત્ર કહ્યા છે;૭૦ તેમ જ પશુપ્તના નવસાહસોચરિતમાં તથા બીજા શિલાલેખોમાં પરમારની ઉત્પત્તિ વસિટ ઋષિએ યજ્ઞકુંડમાંથી કરી, તેથી તેનું કુલ અગ્નિકુલ કહેવાય છે, એમ લખેલું છે. પરંતુ તે કલ્પના ઇતિહાસના અંધકારમાંથી ઉત્પન્ન થવાથી અસત્ય છે. પરમાર વંશના રાજાઓ ક્ષત્રિય હતા, અને બ્રાહ્મણ તેમ જ ક્ષત્રિય ઉભયના ગુણ મુંજમાં હોવાથી, તેને બ્રહ્મક્ષત્ર કહ્યો
છે. (પૃ. ૬૬-૬૭). ૨. બંગાળાના દેવપાડા ગામમાંથી મળી આવેલ સેનવંશી રાજા વિજયસેનના (ઇ. સ. ૧૦૮૦ )ના શિલાલેખમાં તેના પિતામહ સામંતસેનને બ્રહ્મવાદી, બ્રહ્મક્ષત્ર અને ચંદ્રવંશી કહ્યા છે. ત્યાં પણ બ્રહ્મક્ષત્રને અર્થ “બ્રહ્મક્ષત્રગુણયુક્ત જ થવો જોઈએ.
(પૃ. ૬૬, પાદટિપ્પણુ ૨). પૌરાણિક દષ્ટાંતે નીચે મુજબ છેઃ ૧. મલ્યાદિ પુરાણમાં પરવવંશના અંતિમ રાજા ક્ષેમકના સંબંધમાં
એક ગાથા આપી છે, તેમાં તે વંશને બ્રહ્મક્ષત્રવંશ કહે છે. ७०. ब्रह्मक्षत्रकुलिनः प्रलीनसामन्तनतचक्रनुतचरणः ।
सकलमुकृतकपुनः श्रीमान् मुञ्जश्चिरं जयति ॥ ૭૧. Epigraphia Indica, Vol. I pp. 307-11; તથા પ્રાચીન લેખમાળા, પુ. ૨. પૃ. ૧૪૦-૧૪૬.
वशे तस्यामरस्त्रीविततरतकला साक्षिणो दाक्षाणात्यक्षोणीन्दैर्वीरसेनप्रभृतिमिरभितः कीर्तिमद्भिर्बभूवे ॥४॥ तस्मिन्सेनान्ववाये प्रतिसुभटशतोत्सादनब्रम्हवादी । स ब्रम्हक्षत्रियाणामजनिकुलशिरोदामसामन्तसेनः ॥५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com