________________
રાજ્ય જીતી લીધું. કપિલ પારીને આશ્રિત તેમજ મિત્ર હતો. તે રાજાની કન્યાઓનાં લગ્ન કરવાને ભાર તેને માથે આવ્યું હતું. તે પ્રસંગે તે કપિલ કન્યાઓને લઈને આર્યપ્રદેશના રાજા પુલિકાદિ પાસે ગયો. તેને તેણે નીચે પ્રમાણે કહ્યું.
“હે રાજન ! તારૂં કુલ ઋષિના યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયું છે. ત્રાંબાના કટવાળી ધારામતિના પ્રદેશ ઉપર જેના વંશજો રાજ્ય કરતા હતા, જેઓ દાન કરવામાં અને આશ્રય આપવામાં કદી પણ પાછા હઠતા નહતા, તે વંશમાં ૪૯મી પેઢીએ ઉતરી આવેલ તું મોટામાં મોટે આશ્રયદાતા છે.” આયંગર મહાશય આ વચનોથી માને છે કે – આર્ય પ્રદેશ રાજા પુલિકાદિને મૂળ પુરૂષ યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયા હતા, તેથી તેનું કુળ અગ્નિકુળ કહેવાતું હતું. કપિલ અને પરમાર દક્ષિણમાં થઈ ગયેલ કરિકાલ રાજાના પૌત્ર શૃંગgવન રાજાના સમકાલીન હતા. શંગુત્તવન રાજા સીલોનના ઈતિહાસપ્રસિદ્ધ રાજા ગજબાહુને સમકાલીન હતો. ગજબાહુ ઈ. સ. ને બીજા સૈકામાં થઈ ગયા. તેથી અગ્નિકુળની માન્યતા છે. સ. ના બીજા સૈકામાં પણ પ્રચલિત હતી. કપિલ કવિના કહેવા પ્રમાણે મૂળ પુરૂષ પુલિકાદિથી ૪૯મી પેઢીએ થઈ ગયો હોય તે, અગ્નિકુળની ઉત્પતિ તે પહેલાં લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાં થવી જોઈએ. આ કુળના રાજાએ કવિઓને આશ્રય આપનારા હતા, તેમ જ દ્વારામતિના પ્રદેશમાં રાજ્ય કરતા હતા, એમ પણ કહેવામાં આવ્યું છે, તેથી તેઓને માળવાના પરમાર વંશ સાથે સરખાવી શકાય. એ રીતે અગ્નિકુળની માન્યતા નવીન નથી પણ લાંબા કાળથી ચાલી આવે છે, એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે. (જુઓ, Ancient India, by S. Krishnaswami Aiyangar M. A., published in A. D. 1911, pp. 890-396).
સૂર્ય અને ચંદ્ર વંશને આરંભ ઇવાકુ અને પુરૂરવાથી ગણતાં આજે હજારો વર્ષો વીતી ગયાં છે; તેમ જ વર્તમાન પ્રચલિત બ્રાહ્મણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com