SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ હારીતરાશિએ તેને ક્ષત્રિય બનાવ્યું અને ત્યારથી તેના વંશજે ક્ષત્રિય કહેવાય છે. '–(પૃ. ૨૮)-તે સાથે વાંચતાં સ્પષ્ટ પ્રતીત થાય છે કે – બમ્પ બ્રાહ્મણ હતા અને તેના વંશજો ક્ષત્રિય કહેવાયા. અર્થાત તે કારણથી તે સ્થળે દ્વિજને અર્થ બ્રાહ્મણ કરવામાં આવ્યા છે, તે અયુક્ત નથી. આ સિવાય એક વિશેષ બાબતનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર જણાય છે. પૃ. ૫૭ મે શિવાજી મહારાજના ક્ષત્રિયનો વિષય અઘાવધિ વિવાદગ્રસ્ત છે, એમ લખ્યું છે. હાલમાં તે વિષે વિશેષ પુરા પ્રાપ્ત થયા છતાં તે વિષેને મતભેદ નિમ્ળ થયો નથી. છતાં શિવાજીના ક્ષત્રિયત્વ વિષે શંકા ઉઠાવવાનો અથવા ચર્ચા કરવાને બિલકુલ હેતુ નથી. વિવક્ષા એટલી જ છે કે – શિવાજીને ગુહિલવંશ સાથે અને તેમ કરીને સૂર્યવંશ સાથે મેળવી દેવામાં જેવાં જોઈએ તેવાં નિર્ણ યકારક પ્રમાણો ન હોવા છતાં ગાગાભટ્ટ જેવા વિદ્વાન તેમ કરવામાં સફળ થયા હતા. હારીતરાશિની ગાગાભટ્ટ સાથે, બ્રમહેન્દ્રસ્વામી સાથે અને રામદાસ સ્વામી સાથે સરખામણી કરવાને જ માત્ર હેતુ છે. તેથી અધિક કંઈ પણ પ્રયજન નથી. - હવે માત્ર એક જ બાબત વિષે વિશેષ નિવેદન કરવાનું રહે છે. પરમાર વંશના અને ચૌહાણ વંશના રાજાઓના લેખે ઉપરથી તેઓની અગ્નિકુળની માન્યતા માત્ર ઈ. સ. ના દશમા અથવા અગિયારમા સેકામાં ઉદ્દભવી, એમ કેટલાક પુરાતત્ત્વવેત્તાઓનું માનવું છે. પરંતુ તે વિષે કૃષ્ણસ્વામી આયંગરે દક્ષિણ હિંદુસ્થાનને પ્રાચીન ઇતિહાસએ નામનું પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું છે, તેમાં વિશેષ પ્રકાશ પાડ્યો છે. તામિલ ભાષામાં કપિલ અને તેના સહકાર્યબંધુ પરમાર – એ બે કવિઓનાં લખેલાં કાવ્યો પ્રાપ્ત થયાં છે. કપિલના કાવ્યમાં કહેવામાં આવ્યું છે કે – પરબડુનડુ નામના પ્રદેશના પારીરા જાને ચેર, ચેલ અને પાંડય રાજાઓની એકત્ર સેનાએ હરાવી મારી નાંખ્યો અને તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034963
Book TitleMewadno Guhilo athva Guhilotpatti Mimansa
Original Sutra AuthorN/A
AuthorManshankar Pitambardas Mehta
PublisherManshankar Pitambardas Mehta
Publication Year1933
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy