________________
મેવાડના ગુહિલે ઃ ૬૯ પ. તૃતીય વિભાગ મેવાડના ગુહિલવંશજોમાં ક્ષત્રિય પ્રાપ્ત થવાનાં કારણે
પાછળ મેવાડના ગુહિલેના વિપ્રત્વ વિષે જે ચર્ચા કરવામાં આવી છે, તેમાં તેઓના વંશજો શા માટે ક્ષત્રિય કહેવાયા, તેનાં કારણો પણ આપવામાં આવ્યાં છે. છતાં આ વિભાગમાં તેનું વિશેષ વિવેચન કરવાની આવશ્યક્તા જણાય છે. ગુહદત્તથી ૪૧મી પેઢીએ અને ૭૦૦ વર્ષે તેમ જ બ૫થી ૩૪મી પેઢીએ અને ૫૦૦ વર્ષે સમરસિંહ થઈ ગયા. તે સમરસિંહના સમયના ઈ. સ. ૧૨૮૨ના રસિયારાજની છત્રીના શિલાલેખમાંથી અને ઇ. સ. ૧૨૮૫ના અચળેશ્વર મહાદેવના શિલાલેખમાંથી સૌથી પહેલે આ વિષયને ઇતિહાસ પ્રાપ્ત થાય છે. (જુએ, પાછળ ). તે સમય સુધી તે માત્ર એટલી જ માન્યતા હતી કે નાગકુંદ ગામ પાસે આવેલ એકલિંગ મહાદેવના મંદિરમાં હારીતરાશિ તપ કરતા હતા; બ૫ ત્યાં જઈ ચડે, અને હારીતરાશિની તેણે સેવા કરી, અને એકલિંગ મહાદેવની ઉપાસના કરી. હારીતરાશિને એકલિંગ મહાદેવે સોનાનું કડું અથવા બેડી આપી હતી, તે તેઓએ અપને આપી અને તેમાં ક્ષત્રિયત્નનું આરોપણ કર્યું, બમ્પ પિતે બ્રાહ્મણ હતે તેણે બ્રાહ્મણપણાને ત્યાગ કર્યો. મહાદેવ અને હારીતરાશિના અનુગ્રહથી તેને ચિતોડનું રાજ્ય મળ્યું. ત્યારથી તેના વંશજો ક્ષત્રિય કહેવાયા. પરંતુ સમરસિંહના રાજ્યકવિ વેદશર્માને ગુહિલોના ઇતિહાસનું નિર્દાન્ત જ્ઞાન તો ન હતું. બપથી આઠમી પેઢીએ થઈ ગયેલ પૂર્વજ ગુહદત્તના નામનું રૂપાંતર
$5, Bhavnagar Inscriptions, p. 73, verses 9-11 and p. 80, verses 8-12.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com