________________
૬૮: મેવાડના ગુડિલે ૧૪૨૮માં એક વાવ બંધાવીને તેમાં એક શિલાલેખ જડાવ્યું છે. ( “રાજપૂતાનેકા ઇતિહાસ' પૃ. ૫૮૭-૫૮૮) તે લેખમાં એક લેક નીચે પ્રમાણે છે:
एवं सर्वमकंटक समगमद् भूमंडलं भूपतिहम्मीरो ललनास्मरः सुरपदं सपालयं काश्चित्समाः ॥ सम्यग्वर्महरं ततः स्वतनयं सुस्थाप्य राज्ये निजे क्षेत्र क्षत्रियवंशमंडनमणिं प्रत्यर्थिकालानलं ॥
(પૃ. ૩૮૨ )
(ભાવાર્થ) એ પ્રમાણે કામદેવ સરખા રાણું હમીરે શત્રુઓથી સ્વરાજ્યને નિષ્કટક કર્યું; કેટલાંક વર્ષો રાજ્ય કર્યું ત્યાર પછી ક્ષત્રિય વંશના અલંકારરૂપ, અભેદ્ય કવચ ધારણ કરનાર, કાલના પણ કાલરૂપ પિતાના પુત્ર ક્ષેત્રસિંહને પિતાનું રાજ્ય સંપી, પોતે સ્વર્ગવાસ કર્યો.
રાણ મેકલસિંહના પુત્ર મહારાણા કુંભે પોતાના વંશના ઇતિહાસનું સંશોધન કરાવી જે હકીકત પ્રસિદ્ધ કરી છે, (જુઓ, પાછળ ), તેના ખંડનાર્થે વિદ્વદ્વર્ય ઓઝાશ્રીએ આ
લોક રજૂ કર્યો છે. આ લોકમાં રાણા હમીરના પુત્ર ક્ષેત્રસિંહને ક્ષત્રિય કહેલ છે, તે સત્ય છે. પરંતુ તેથી મહારાણું કુંભે મૂલપુરુષ ગુહદત્તને આનંદપુરને વિપ્ર એટલે વડનગરનો નાગર કહ્યા છે, તેને શી રીતે બાધ આવે છે? આ
શ્લેકમાં મૂલપુરુષ વિશે કંઈ ઈસાર પણ કર્યો નથી. તેના વંશજો ક્ષત્રિયો કહેવાતા હતા, તેની સામે કોઈને વાંધે પણ નથી. અર્થાત ઉપર્યુક્ત ત્રણે પ્રમાણે મેવાડના ગુહિલોના મૂલ પુરુષોના વિપ્રત્વને યત્કિંચિત પણ સ્પર્શ કરી શકતાં નથી, તે નિર્વિવાદ સ્પષ્ટ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com