________________
૬૦ : મેવાડના ગુહિલે ગામ હતું. ત્રિકૂટ પર્વત ઉપર બ્રાહ્મણે તપ કરતા હતા. નાગરબ્રાહ્મણોએ તે બ્રાહ્મણને બ૫ . બમ્પ તે બ્રાહ્મણની ગાયો ચારતા હતા. તે પૈકી એક ગાય ઝાડના ઝુંડમાં આવેલ એક શિવલિંગ ઉપર દૂધધારા કરતી હતી, અને પાસે તપ કરતા બેઠેલ તપસ્વીને દૂધ દેહવા દેતી હતી. તે કૌતુક બપે જોયું, તેનું હૃદય ભેદાયું, તેણે ત્યાં તપશ્ચર્યા કરવાને નિશ્ચય કર્યો. તપ કરનાર તપસ્વી હારીતરાશિ હતા, તેની તે બપે ભક્તિભાવથી સેવા કરી અને હારીને તેને શિવદીક્ષા આપી. છેવટે હારીતરાશિ જ્યારે વિમાનમાં બેસી કલાસમાં જતા હતા, ત્યારે તેઓએ તેને એકલિંગ મહાદેવના દિવાનનું પદ આપ્યું, ચિતોડની રાજ્યપ્રાપ્તિનું વરદાન આપ્યું, અને તેનું શરીર અછેદ્ય બનાવી દીધું. અ૫ને ત્યાર પછી તુર્ત સુપ્રસિદ્ધ નાથગુરુ ગોરખનાથજીનાં દર્શન થયાં, તેઓએ તેને અજિત્ય તલવાર આપી તે સર્વના વેગથી અને ચિતેડના મેરી રાજાના એક સામંત માનસિહની સાહાચ્યથી તેણે રાજાને હરાવ્યો અને મારી નાખે; તેનું રાજ્ય પોતે કબજે કર્યું અને એક વિસ્તીર્ણ રાજ્યની સ્થાપના કરી. ૧૩
આ કથાનું વિશેષ વિવેચન હવે પછી કરવામાં આવશે. અહીં તો એટલી જ નોંધ બસ થશે કે ગુહિલેના મૂલ પુરુષ શીલાદિત્યને જન્મ સૂર્યમંત્રના વેગથી બ્રાહ્મણી વિધવાથી થયે હતે, સૂર્યપુત્ર મનુના વંશ સાથે તેને કંઈ સંબંધ ન હતો. તેનો પુત્ર ગુહદત્ત અને તેનો વંશજ બમ્પ બ્રાહ્મણોના સંબંધમાં આવ્યાથી એ બંને બ્રાહ્મણ ધર્મ પાળતા હતા.
૬૩. ટોડ રાજસ્થાન, મ, ૧, ૫, ૪-૧૭ (સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયનું ગુજરાતી ભાષાંતર).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com