________________
મેવાડના ગુહિલેા : ૫૯
વંશી શી રીતે હતા ? વલભીપુરના રાજાએ ગમે તે કુલના હાય, છતાં શીલાદિત્ય તેા સૂર્યવંશી હતા, એવી કથા તેઓએ જોડી કાઢી. કહેવામાં આવ્યું છે કે ગુજરાતના એક ગામ કૈયરમાં દેવાદિત્ય નામના બ્રાહ્મણ રહેતા હતા. તેની પુત્રી ખાળવિધવા થઈ હતી. પુત્રીને પાંડવાનાં માતાજી કુંતાજીની પેઠે સૂર્યદેવના સિદ્ધમત્ર પ્રાપ્ત થયેા. કુંતાજીની જેમ તેઓએ પણ તે મંત્ર અજમાવ્યા. તુત કણની જેમ એક પુત્ર તેને પ્રાપ્ત થયા. તેનુ નામ તેણે ગુપ્ત રાખ્યું. ગુપ્ત માટે થયા, સૂર્યદેવે તેને અજિત શસ્ત્ર આપ્યું, તેના યાગથી વલભીપુરના રાજાને તેણે હરાવી તેનુ રાજ્ય પાતે જીતી લીધું, અને તેણે પાતે પોતાનુ નામ શીલાદિત્ય રાખ્યું. છેવટે ઇ. સ. ૫૨૪માં મ્લેચ્છ રાજાની સાથેના વિગ્રહમાં તે મરાયા, અને વલભીપુરના તે સ્વેચ્છાએ નાશ કર્યાં. તેની એક ગર્ભવતી રાણી પુષ્પાવતી વડનગર પાસે આવેલ પર્વતની ગુફામાં ભરાઇ બેઠી. ત્યાં તેને એક પુત્ર પ્રાપ્ત થયેા, તેનું નામ ગુ રાખ્યુ. પુષ્પાવતીએ પેાતાના પુત્ર ગૃહને વડનગરની એક નાગરબ્રાહ્મણી કમલાવતીને સોંપ્યા. તેણે તેનુ સારી રીતે લાલનપાલન કર્યુ. ગુરુદત્ત મોટા થયા, પ્રસગ પ્રાપ્ત થયે તેણે ઇડરના ભીલ રાજાને દગાથી મારી નાખ્યા અને તેનું રાજય પાતે મથાવો બેઠે. તેની આઠમી પેઢીએ નાગાદિત્ય થા, ભીલાએ તેને અકસ્માત્ મારી નાખ્યા, અને ઇડરનુ રાય પાછું' પેાતાને હસ્તગત કર્યું. નાગાદૈિત્યને ત્રણ વર્ષની વયના અલ્પ નામના એક પુત્ર હતા. તેના કુટુબીએએ તે ખપને તે જ વડનગરના નાગરબ્રાહ્મણાને સાંખ્યે, અને સઘળા રજપૂતા ઇડર છેડી નાસી ગયા. વડનગરના નાગરબ્રહ્મણેા તે આપને લઇને મેવાડના પરાશર નામના તપેાવનમાં ગયા. તે વનમાં ત્રિકૂટ નામના પર્વતની તળેટીમાં નાગહૃદ ( નાગદા ) નામનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com