________________
મેવાડના ગુહિલે : ૧
(ખ) જોધપુરના દિવાન મુહણત નરસીની ખ્યાતમાં આપેલી
દંતકથા બીજી કથા મુહણત નણસીએ પિતાની ખ્યાતમાં આપી છે. મુહણોત નૈણસી ઔરંગજેબના સહાયક જોધપુરના મહારાજા જશવંતસિંહના દિવાન હતા. (ઈ. સ. ૧૬૧૦-૧૬૭૦). તેઓએ મહારાજાની આજ્ઞાથી બહુ શોધખોળ કરી, રજપુતાનાન એક વૃહદ્ ઈતિહાસ રચ્યો છે. (“રાજપૂતાનેકા ઈતિહાસ” ભૂમિકા પૃ. ૨૨-૨૪). તે ઈતિહાસમાં તેઓએ મેવાડના ગુહિલેની ઉત્પત્તિના સંબંધમાં એક બીજી દંતકથા આપી છે. તેને સાર એટલો જ છે કે મેવાડના ગુહિલવંશને મૂલપુરુષ સૂર્યવંશી ક્ષત્રિય જાતિને હતો. તે એક યુદ્ધમાં મરાયે. તેની સગર્ભા રાણી મેવાડના નાગફુદ (નાગદા ) ગામમાં આવી ત્યાં તેને પુત્ર પ્રાપ્ત થયું. તે પુત્રને તે રાણીએ વડનગરના નાગરબ્રાહ્મણ વિજયાદિત્યને સેંગે, અને તે સતી થઈ. વિજયાદિત્યે તે બાલકનું પોતાના પુત્રવત્ લાલનપાલન કર્યું. તેની દશ પેઢીના વંશજો બ્રાહ્મણ ધર્મ પાળતા હતા. છેવટે ગુહદત્ત થયે તેણે રાજ્ય મેળવ્યું, અને તેના વંશજો ગુહિલે કહેવાયા. (પૃ. ૩૮૨-૩૮૩). તે ગુહદત્તને બમ્પ નામને એક પુત્ર થયો. મેવાડમાં આવેલ નાગહુદ (નાગદા) નામના ગામ પાસે એક તપોવનમાં હારીતરાશિ રાષ્ટ્રશ્યના દેવી ઉપર બાર વર્ષથી તપ કરતા હતા. તેઓનાં તે બમ્પને દર્શન થયાં. બપે પણ તેઓની બાર વર્ષ સુધી સેવા કરી. આથી હારીતરાશિએ પ્રસન્ન થઈને અપને રાજ્ય અપાવવાની દેવીને પ્રાર્થના કરી. દેવીની સૂચનાથી હારીતે એકલિંગ મહાદેવની આરાધના કરી. મહાદેવ પ્રસન્ન થયા અને હારીતરાશિની ઈચ્છાનુસાર તે બમ્પને ચિતેડનું રાજ્ય મળવાનું વરદાન આપ્યું. (પૃ. ૪૨૬-૪ર૭). એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com