________________
મેવાડના ગુહિલે ઃ ૫૭ પુરના મુસલમાન રાજયની એક ક્ષુદ્ર જાગીરદારીમાંથી જેઓએ મહારાષ્ટ્રના સ્વરાજ્યની સ્થાપના કરી એટલું જ નહિ, પણ ઔરંગજેબ જેવા ભીષણ શત્રુને હંફાવીને એક અતિવીર્યવતી અને પ્રતિભાશાલી પ્રજાને સંગઠિત કરી, તેવા વીરપુરુષ શિવાજીને મેવાડના સીસોદિયા વંશ સાથે મેળવી દેવાને સુપ્રસિદ્ધ નિર્ણયસિંધુના કર્તા કમલાકર ભટ્ટના ભત્રીજા, કાશી જેવા ક્ષેત્રમાં શાસ્ત્રીઓના અધ્યક્ષસ્થાને વિરાજનાર વિવેશ્વર ભટ્ટ અથવા ગાગાભટ્ટ જેવા સમર્થ વિદ્વાન મળી આવ્યા; તે જેનામાં રામદાસ સ્વામી જેવી તપશ્ચર્યા અને પેશ્વાના ગુરુ બ્રહ્મસ્વામી જેવી રાજનીતિકુશલતા, તેમ જ કદાચ ગાગાભટ્ટ જેવી શાસ્ત્રજ્ઞતા એ ત્રણેનું મિશ્રણ થયું હોય તેવા હારીતરાશિ, બમ્પ જેવું પાત્ર મળ્યા પછી, પોતાનો મરથ સિદ્ધ કરવામાં કચાશ રાખે ખરા? હારીતરાશિની પ્રેરણા અને ઉત્તેજનાથી બપે “હું સૂર્યવંશી રઘુકુલવંશજ છું.” એવી ઘોષણા કરી હોય અને તેની પુષ્ટિ માટે સિક્કા ઉપર સૂર્યનું ચિહ્ન પડાવ્યું હોય, તો તે બનવા ચોગ્ય છે. છતાં, શિવાજીના સમયથી અદ્યાવધિ તેઓના ક્ષત્રિયત્વને વિષય વિવાદગ્રસ્ત થઈ રહ્યા છે. આજથી પચીસત્રીશ વર્ષ પહેલાં, શિવાજીના વંશજ કેહાપુરના મહારાજાના સંબંધમાં ત્યાંના બ્રાહ્મણોએ જે કોલાહલ મચાવ્ય હતું, અને તેને પરિણામે તેઓને તે પ્રસંગે જે વિપત્તિઓ સહન કરવી પડી હતી, તે હકીકત કદિ પણ વીસરાય તેવી નથી. તેવી રીતે બ૫ રાવળ પછી તેઓના ક્ષત્રિયત્વની ચર્ચાએ ગંભીર સ્વરૂપ પકડયું હશે. ત્યાર પછી કોઈ પણ ગુહિલ રાજાના સિક્કા ઉપર સૂર્યનું ચિહ્ન જોવામાં આવતું નથી, તેનું તે કારણ પણ હોઈ શકે.
એ સઘળી ચર્ચામાંથી ફલિત એ જ થાય છે કે, અ૫ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com