________________
મેવાડના ગુહિલ : ૫૫ ગુહદત સુધી ચૌદ રાજાઓનાં નામે ગણાવ્યાં છે, તે સઘળાં નામેને અંતે આદિત્ય પદ મૂકયું છે; ગુહદત્તને પણ ગુહાદિત્ય કહ્યો છે અને તેના પુત્રને બ૫ કહે છે. આ આકાશવાણીની દંતકથાને મર્મ છે? જે કંઈ પણ મર્મ હાય તો એટલો જ જણાય છે કે તેઓ સવે આદિપાસક અથવા સૂર્યપૂજક હતા. ત્યારે વળી તેમાંથી એક ત્રીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મહારાણા કુંભના એકલિંગમાહામ્યમાં વિજયાદિત્યથી ગુહદત્ત સુધીના વંશજેને આનંદપુરના વિપ્રે એટલે વડનગરા નાગરે કહ્યા છે. બમ્પને પણ આનંદપુરથી આવેલ વિપ્ર કહેવામાં આવેલ છે. ત્યારે શું વડનગરા નાગરે સૂર્યપૂજક હતા? વડનગરા નાગરને ઈષ્ટદેવ તે હાટકેશ્વર એટલે શંકર-શિવ – મહાદેવ જ. પરંતુ જેમ બ્રાહ્મણમાત્રને ઈષ્ટદેવ શંકર છતાં તેઓને પંચ દેવેનું એટલે શંકર, વિષ્ણુ, શક્તિ, ગણપતિ અને સૂર્યનું નિત્યપૂજન ફરજિયાત છે, તેવી ફરજ વડનગરા નાગરેની પણ છે. છતાં નાગરખંડનું અવલોકન કરતાં જણાય છે કે વડનગરમાં એટલે આનંદપુરમાં સમયે સમયે જુદા જુદા બ્રાહ્મણોએ અથવા રાજાઓએ પૃથક પૃથક દેવદેવીનાં મંદિરે બંધાવી પ્રતિષ્ઠા કરી છે. નાગરખંડના ૧૫૫મા અધ્યાયથી જણાય છે કે એ સમયે યાજ્ઞવલ્કય ગીશ્વરે ત્યાં દ્વાદશ આદિત્યની પ્રતિષ્ઠા કરી હતી. પૂર્વમાળવામાં આવેલ પ્રાચીન વિદિશા અથવા અર્વાચીન ભીલસા નગરીના નિવાસી પુષ્પ નામના બ્રાહ્મણે ત્યાં તે આદિત્યને માટે એક ભવ્ય મંદિર બ ધાવી, સૂર્યોપાસના પ્રચલિત કરી હતી. (અ. ૧૫૫ – ૧૬૦.) ચંડ શર્મા નામના એક નાગર બ્રાહ્મણે તે પુષ્પને અનિવાર્ય પાપનું પ્રાયશ્ચિત્ત કરાવ્યું, તે અપરાધ માટે નાગરેએ તેને બહિષ્કાર
૬૨. તે જ પૃ. ૧૫૦; રાજપ્રશસ્તિ સર્ગ ૩, લો ૨-૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com