________________
પ૪ : મેવાડના ગુહિલે સાલના હૂણ રાજા તોરમાનના અને ત્યાર પછી તેના પુત્ર મિહિરકુલના ત્રાંબાના સિક્કાઓ પ્રાપ્ત થયા છે. તે સઘળા સિક્કાઓની એક બાજુએ જુદાં જુદાં ચિહ્નો તથા અક્ષરે જોવામાં આવે છે, જેમાં કેટલાક સિકકાઓ ઉપર નંદી વગેરેનાં ચિહ્નો પણ પાડેલાં છે; પરંતુ તે સઘળા સિક્કાની બીજી બાજુએ તે સૂર્યનું જ ચિહ્ન જોવામાં આવે છે. શું, તે ઉપરથી માલવગણના, કુષણવંશના અને હૂણવંશના રાજાઓ સૂર્યવંશી હતા, એમ માની બેસવું? તે સઘળા રાજાએ આર્ય હતા, કે અનાર્ય તે વિવાદગ્રસ્ત હોય, પરંતુ તેમાંનો કઈ પણ રાજા ક્ષત્રિય ન હતો, તે તે ચેકસ જ છે, ત્યારે તેઓ સૂર્ય કે ચંદ્રવંશના કયાંથી જ હોઈ શકે ? ત્યારે સામાન્યતઃ સૂર્યચિહ્ન શું સૂચવે છે? તે ઉપરથી કંઈ પણ સૂચન થતું હોય તે એટલું જ કે તેઓ સઘળા સૂર્યપૂજક હતા.
ત્યારે બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું બમ્પ અને તેના પૂર્વજો સૂર્યપૂજક હતા? તેને માટે કંઈ પ્રમાણ છે ? ઉપર સિદ્ધ કરવામાં આવ્યું છે, તેમ રાયસાગરના લેખમાં આપેલી વંશાવલિ કલ્પિત છે, તે તે નિર્વિવાદ છે. પરંતુ તેમાં વિજયભૂપથી બમ્પ સુધી પંદર રાજાઓનાં નામે આપ્યાં છે, તે નામે કલ્પિત નથી; તેને અનુક્રમ માત્ર કલ્પિત છે. તે લેખેમાં વિજયભૂપે અધ્યાથી દક્ષિણમાં જઈ તે પ્રદેશ જીતી લીધે, તે પ્રસંગે આકાશવાણી થવાની એક પરંપરાગત દંતકથા લખી છે. આકાશવાણી કહે છે કે “હે રાજન, આજથી તારા નામને અંતે ભૂપ પદ છે, તે કાઢી નાખી તેને બદલે આદિત્ય” પદ ધારણ કરજે.૬૧ ત્યાર પછી, એ વિજયભૂપથી
૬૧. Bhavnagar Inscriptions, p. 147; તથા રાયસાગર પ્રશસ્તિ, સ. ૨, શ્લો. ૩૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com