________________
નારીને મેવાડના રવાથી અવિકસી રાયસાગર
મેવાડના ગુહિલો: પ૧ પિતાના રાજાને રંજન કરવા માટે બીજા ભાગોની ખાતે આધાર લઈ ઉપજાવી કાઢી છે.
ટુંકામાં એટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે રાયસાગરના લેખની વંશાવલિ કલ્પિત હોવાથી અવિશ્વસનીય જ છે.
એ રીતે મેવાડના ગુહિલોના મૂળપુરુષનું ક્ષત્રિયત્વ દર્શાવનારાં પ્રમાણેનું અપ્રામાણ્ય સુસ્પષ્ટ થાય છે.
૫. બપનામડિકત સુવર્ણમુદ્રાનું પ્રમાણ વિદ્વદ્વયં એઝાઝીને અજમેરમાંથી “શ્રીબે૫” નામાંકિત એક સેનાને સિકકો પ્રાપ્ત થયું છે. મેવાડના ગુહિલોને સૂર્યવંશી ઠરાવવાને માટે બીજા સઘળાં પ્રમાણ કરતાં આ સિકકાના પ્રમાણને તેઓએ વધારે વજનદાર ગણેલ છે. (“રાજપૂતાનેકા ઈતિહાસ,” પૃ. ૩૮૪). તેઓએ તે સિક્કાનું વિવરણ અને વિવેચન નાગરીપ્રચારિણી પત્રિકા (ભા. ૧, પૃ. ૨૪૧-૨૮૫)માં વિસ્તારપૂર્વક કર્યું છે. તેનો સંક્ષિપ્ત સાર “રાજપૂતાનેકા ઈતિહાસ માં પણ આપે છે. (પૃ.૪૧૪-૪૧૬ ). છતાં એટલી નેધ તો કરવી જ પડશે કે તે સિક્કાનું મૂલ્ય બીજા કુશલ મુદ્રાતત્ત્વ વેત્તાઓની કસોટીએ અંકાયું નથી. ઓઝાશ્રી કહે છે કે, તે સિક્કાની એક બાજુ ઉપર “શ્રી બો૫” શબ્દ છે; તે ઉપરથી તે સિકકે ચિતોડ જીતી લેનાર ખપ રાવલને છે. પરંતુ તે પહેલાં શીલાદિત્યને એક સિકકો ઉદયપુરના શાસ્ત્રી શેભાલાલજીને પ્રાપ્ત થયો છે. (પૃ. ૪૦૩), તેમ જ ગુહિલ, ગુહિલપતિ, મહારાણા કુંભ, મહારાણા સંગ, રાણા રત્નસિંહ અને રાણ વિકમાજિતના બીજા અનેક સિકકાઓ પ્રાપ્ત થયા છે. ૫૫ તે સઘળા સિક્કાઓથી આ સિક્કે તદ્દન વિલક્ષણ જણાય છે.
૫૫. “રાજપૂતાનેકા ઇતિહાસ,” ૫. ૪૦૦, ૬૨, ૬૯૪, ૭૦૪ અને ૧૨.
(
1
ય બીજી કહે છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com