________________
૫૦ : મેવાડના ગુહિલો કહે છે. પણ છતાં સુમિત્રના અગિયાર વંશજોએ અયોધ્યામાં ત્યાર પછી રાજ્ય કર્યું, એમ કહેવાની પંડિતજી હિમ્મત કરે છે, તે ખરેખર આશ્ચર્ય પામવા જેવું છે. સુમિત્રથી બમ્પ ૨૬મી પેઢીએ થયે, અને તેણે વિ. સં. ૧૯૧ ઈ. સ. ૧૩૪માં ચિતોડનું રાજ્ય જીતી લીધું, એમ કહીને વજીનાભથી બ૫ સુધીનાં પાંચ છઍ વર્ષોનો હિસાબ તેઓએ પતાવી દીધો છે. પરંતુ તેમ કરવામાં તેઓએ સજજડ ભૂલ ખાધી છે. પ૪ બમ્પ ગુહદત્તને પુત્ર નહેાતે તેણે વિ. સં. ૧૯૧ ઈ. સ. ૧૩૪માં નહિ પણ વિ. સં. ૭૯૧ ઈ. સ. ૭૩૪માં ચિતોડ જીતી લીધું હતું, એમ ઓઝાશ્રીએ અનેક વિશ્વસનીય પ્રમાણે આપી સુસ્થાપિત કર્યું છે. (પૃ. ૪૧૦-૧૪). અર્થાત્ પંડિતજીએ તે વંશાવલિ
૫૩. વિષ્ણુપુરાણ અંશ , અ. ૩૪ પં. ૨૦-૨૧; શ્રીમદ્ભાગવત સ્કંધ ૩, અ. ૨, શ્લો. ૮-૯-૧૦: વાયુપુરાણુ, અ. ૨૭; લો. ૩૨૬-૩ર૭; બ્રહ્માંડ પુરાણ ઉ. પા, અ. ૭૪, . ૧૩૯-૪૦; મત્સ્યપુરાણ, અ. ૨૭૨, લે. ૩૧૬-૨, 641 Vincent Smith's Early History of India, 2nd ed., p. 32
૫૪. શ્રીશચંદ્રવસની ગણત્રી મુજબ મહાપદ્મનંદ ઈ. સ. પૂ. ૪૨૨માં ગાદીએ ūši. Matsya Purana, English Translation, Panini office, Appendix 2, p. 16. પરંતુ વિન્સેટ સ્મિથ પ્રમાણે ઈ. સ. પૂ. ૩૭૧ માં તે ગાદીએ બેઠે. Early History of India, 2nd ed., p. 44. વજનાભથી બ૫ સુધી ૨૬ રાજાઓને રાજ્યકાલ, પ્રત્યકનાં ૨૦ વર્ષ મુજબ ગણતાં ૫૨૦ વર્ષોને થાય. તે હિસાબે ગણતાં, બપે ઇ. સ. ૧૩૪માં ચિતેડનું રાજ્ય જીતી લીધું હોય, તો કદાચ ૨૬ રાજાઓમાં અંતર લગભગ બરાબર થઈ શકે. પરંતુ ખરી રીતે બ૫ને રાજ્યાભિષેકકાલ ઈ. સ. ૭૩૪ને છે. તે હિસાબે ગણતાં ૨૬ રાજાઓના રાજ્યકાલમાં, વસુચંદ્રની ગણત્રી સ્વીકારીએ તો ૬૩૬ વર્ષને અને વિભેંટ રિમથની ગણત્રી સ્વીકારીએ તે ૫૮૫ વર્ષને ફેર આવે. એટલે સમય પૂરો કરવા બીજા ૩૦ રાજાઓનાં નામ ઉમેરવાં પડે. અર્થાત રણછોડ પંડિતની
એટલી વંશાવલિ તે તદન નકામી થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com