________________
મેવાડના ગુહિલો : ૪૯ વિદ્વદ્રય ઓઝાશ્રી કહે છે, તેમ રણ છેડ પંડિતે સુમિત્રથી રાણુ હમીરસુધીની જે વંશાવલિ આપી છે, તેમાં કેટલાક રાજાઓનાં નામ ઉલટપાલટ કરી નાખ્યાં છે, કેટલાંક છેડી દેવામાં આવ્યાં છે, અને કેટલાંક નવાં કપિત બનાવી ઘુસાડી દેવામાં આવ્યાં છે. સીદિયા અને રાવલ શાખાઓના રાજાઓનું મિશ્રણ કરી નાખ્યું છે, તેના રાજ્યકાલનાં જે વર્ષો આપ્યાં છે, તે પણ યથાર્થ નથી. (“રાજપૂતાનેકા ઇતિહાસ પૃ. ૩૯૫-૩૭). એટલી બધી યુક્તિપ્રયુક્તિ કર્યા છતાં પણ પંડિતજી પોતાના આશ્રયદાતા રાજાએના વંશને રઘુવંશ સાથે મેળવવામાં સફળ થયા નથી. ભાગવતના નવમા સ્કંધને અનુસરીને તેઓએ રઘુવંશની વંશાવલિ રાજા સુમિત્ર સુધી આપી, તેમાં કંઈ બુદ્ધિને કસવાની જરૂર ન હતી. પરંતુ અંતિમ રાજા સુમિત્રના વંશને વિસ્તાર તેઓએ શા ઉપરથી લખી કાઢયો, તે સંબંધી તેઓ મૂંગા રહ્યા છે! તે તો ગમે તેમ હોય, તે જ નવમા સ્કંધમાં તે જ સ્થળે સ્પષ્ટ કહ્યું છે કે સુમિત્રથી સૂર્યવંશની સમાપ્તિ થાય છે. તેની ઉપર તેઓનું ધ્યાન શા માટે ગયું નથી ? પર વસ્તુતઃ સુમિત્રના સમયમાં એટલે ઈ. સ. ચોથા અથવા પાંચમા સૈકામાં મગધને રાજા મહાનંદીને પુત્ર મહાપદ્મનંદ થયે. તે નંદે પુરાણું સઘળાં ક્ષત્રિય રાજ્યોને નાશ કર્યો, તેમાં સુમિત્ર અને તેના રાજ્યની પણ તેણે તેવી દશા કરી, એમ સઘળાં પુરાણે એક અવાજે ५२. रणको भविता तस्मात्सुरथस्तनयस्ततः ।
सुमित्रो नाम निठान्त एते बाहद्वलान्वयाः ॥ २५ ॥ इक्ष्वाकुणामयं वंशः सुमित्रान्तो भविष्यति ।
यतस्तं प्राप्य राजानं संस्थां प्राप्स्यति वै कलौ ॥ २६ ॥ શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૯, અ. ૧૨; મત્સ્યપુરાણને અ. ૨૭ળને ક ૧૬ તે જ મુજબ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com