________________
૪૮: મેવાડના ગુહિલે આવ્યું છે. (લે. ૩૨ થી ૩૫).૧૮ તેમાં કર્નલ ટેડના લખવા મુજબ ઈ. સ. ૧૪૪માં વડનગર વસાવનાર કનકસેન અને ત્યાર પછી વલભીપુર વસાવનાર વિજયસેનને પણ સમાવેશ થાય છે. કર્નલ ટેડે તે હકીક્ત જેન ગ્રંથેના આધારે લખી છે, ૪૯ પરંતુ આ પ્રશસ્તિમાં કશે ઇસાર કરવામાં આવ્યું નથી. તે સિંહરથના પુત્રને વિજયભૂપ કહેવામાં આવ્યો છે. તે વિજયભૂપ અધ્યાથી નીકળી દક્ષિણમાં ગયે, ત્યાં તેણે અનેક રાજાઓને જીતી, પિતાનું રાજ્ય જમાવ્યું. (લે. ૩૮) લેખના બીજા ભાગમાં ત્રીજે સર્ગ શરૂ થાય છે, તેમાં લેક રથી ૫ સુધીમાં વિજયભૂપથી ગુહાદિત્ય સુધી આદિત્યાન્તનામધારી ચૌદ રાજાઓનાં નામે ગણાવ્યાં છે. ૧૦ તે ગુહાદિત્યના પુત્રને બ૫ કહ્યા છે. એમ બ૫ સુધીમાં કુલ એકંદર એક અડતાળીશ રાજાઓની વંશાવલિ આપી છે. ગુહાદિત્યના વંશ ગુહિલે કહેવાયા; બપે નાગહૃદમાં હારીતરાશિની સેવા કરી અને એકલિંગ મહાદેવ ઉપર તપશ્ચર્યા કરી. બન્નેના અનુગ્રહથી તેને ચિતોડના રાજ્યની પ્રાપ્તિ થઈ. વિ. સં. ૧૯૧ ઈ. સ. ૧૩૪માં ચિતોડના મેરી રાજાને જીતી લઈ મેવાડમાં તેણે મેટા રાજ્યની સ્થાપના કરી (લે. ૨-૧૯). ત્યાર પછી તેના વંશજોનું રાવલ –- સીસોદિયા અને રાણાઓનું કલેક ૩૪ સુધીમાં વર્ણન કરી પ્રશસ્તિ રચનારે પિતાના કુલનો પરિચય કરા છે. પ૧
૪૮. તે જ પૃ. ૧૪૭ ૪૯. ડરાજસ્થાન ગુજરાતી પૃ. ૪-૫
૫૦. ૧ વિજયાદિત્ય, ૨ પદ્માદિત્ય, ૩ હરદત્તાદિત્ય, ૪ સુજસાહિત્ય, ૫ સુમુખાદિત્ય, ૬ સમાદિત્ય, ૭ શીલાદિત્ય, ૮ કેશવાદિત્ય, ૯ નાગાદિત્ય, ૧૦ ભેગાદિત્ય ૧૧ દેવાદિત્ય, ૧૨ આશાદિત્ય, ૧૩ કાલદિત્ય, ૧૪ ગુહાદિત્ય, ૫૧. તે જ પૃ. ૧૫૧
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat