________________
૪૨ ઃ મેવાડના ગુહિલો છે. અર્થાત આ સ્થળે ગુહિલ શબ્દનો પ્રયોગ વ્યક્તિવાચક નામ તરીકે નહિ, પણ વંશવાચક નામ તરીકે કરવામાં આવ્યો છે. છતાં ધારો કે વ્યક્તિવાચક નામ તરીકે તેને ઉપયોગ કરવામાં આવ્યો હોય તે પણું, તે ગુહિલ મૂલપુરુષ ન હતો. સમરસિંહના સમયમાં તો મૂળપુરુષ બમ્પ જ મનાતો હતે. તે રીતે જોતાં પણ ક્ષત્રિય વિશેષણ મૂલપુરુષને લાગુ પડતું નથી, તેના વંશજોને જ લાગુ પડે છે, એમ સબલ અનુમાન થાય છે.
એટલું જ નહિ પણ આ સ્થળે ગુહિલને વ્યક્તિવાચક ગણીએ તે બીજી આપત્તિ એ આવે છે કે, તેના પુત્રનું નામ સિંહ ન હતું. સમરસિંહના સમયમાં પણ ગુહિલથી સાતમી પેઢીએ સિંહ નામનો રાજા થયાનું માનવામાં આવતું હતું (પૃ. ૩૯૮-૯૯ ). તે કારણથી પણ ગુહિલ પુત્ર સિંહ એટલે ગુહિલવંશમાં ઉત્પન્ન થયેલ સિંહ એ જ અર્થ થઈ શકે છે, અને ક્ષત્રિય વિશેષણ તેને જ લાગુ પડે છે.
કદાચ આ સ્થળે પ્રયુક્ત સિંહ શબ્દ એક વ્યક્તિવાચક નહિ હોય. ગુહદત્તથી ૧૮મી પેઢીએ એટલે ઈ. સ. ૧૨મા સૈકાથી મેવાડની ગાદીએ જે રાજાઓ થયા, તેઓએ સિંહાને નામે ધારણ કર્યા છે. (પૃ. ૫૨૧ ), જેમાં જયતલદેવીને પતિ અને પુત્રને પણ સમાવેશ થાય છે. તે કારણથી જેમ ગુમાન્ત નામધારી સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્તના વંશને ગુપ્તવંશી તથા વર્ધનાન્ત નામધારી હર્ષવર્ધન રાજાના વંશજો વર્ધનવંશી કહેવાય છે, તેમ આ મેવાડના સિંહાન્ત નામધારી ગુહિલ રાજાએ કદાચ તે સમયે સિંહવંશી પણ કહેવાતા હશે. તે કારણથી ઉપરના ઉલ્લેખમાંનું સિંહપદ સિંહ નામના રાજાને નહિ; પણ આખા
ગુહિલવંશને અનુલક્ષીને વાપરવામાં આવ્યું હશે, તેવું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com