________________
મેવાડના ગુહિલે ઃ ૪૩ અનુમાન થઈ શકે છે. બંને હકીકતો ધ્યાનમાં લેતાં, આખા પદને અર્થ નીચે મુજબ થાય છે?
ક્ષત્રિય જાતિ ગુહિલવંશમાં ઉત્પન્ન થયેલ સિંહ રાજ”
અથવા સિંહપદધારી રાજાઓ” એ અર્થ થતાં, એઝાશ્રી ઇછે છે તેમ મૂલપુરુષને આ પદથી ક્ષત્રિયત્વને સ્પર્શ પણ થઈ શકતો નથી, તે સુસ્પષ્ટ છે.
વળી આ લેખ સમરસિંહે પતે અથવા તેની આજ્ઞાથી તેના રાજકવિએ લખ્યો નથી. તેઓની માતુશ્રીએ જૈન મંદિર બંધાવી જૈનાચાર્યને મદદ આપી, તેની તે આચાર્યો પ્રશસ્તિ રચાવી શિલામાં કોતરાવી છે. જેનાચાર્યને ઉદ્દેશ તે માત્ર આશ્રયદાતાની સ્તુતિ કરવાનો હતો. તેની પાસેથી ઇતિહાસની સખ્ત વિશુદ્ધિની આશા શી રીતે રાખી શકાય?
૩. રાણુ રાયમલજીના સમયને નારલાઈ ગામના
આદિનાથજીના મંદિરના શિલાલેખ
ઈ. સ. ૧૪૭માં મહારાણા કુંભાના પુત્ર રાયમલ્લજીએ એકલિંગ મહાદેવના મંદિરમાં શિલાલેખ કેતરાવ્યો છે (જુઓ આ નિબંધમાં પાછળ તેનો ઉલ્લેખ) તે લેખની તે ઓઝાશ્રીએ ઉપેક્ષા કરી છે. પરંતુ તેની સામે એક લેખ તે જ રાયમલ્લજીના સમયને ઈ. સ. ૧૫૦૦નો છે, તેનું પ્રમાણ આપ્યું છે. (“રાજપુતાનેકા ઈતિહાસ” પૃ. ૩૮૨). તે લેખ જોધપુરના રાજયમાં આવેલ નારલાઈ ગામના આદિનાથ મંદિરમાંથી પ્રાપ્ત થયે છે. તે લેખથી જણાય છે કે, ઓશવાલ જ્ઞાતિના જૈન શેઠેએ રાણા રાયમલજીના કુંવર પૃથ્વીરાજની પરવાનગી લઈને આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી, તેની પ્રશસ્તિને તે લેખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com