________________
૩૮ : મેવાડના ગુહિલે કવિએ કુશલ રાજાઓની મદદથી શોધેલા ઈતિહાસમાં અશ્રદ્ધા રાખવાનું કાંઈ કારણ જણાતું નથી. (ખ) મેવાડના ગુહિલના મૂલ પુરુષનું ક્ષત્રિયત્ન
દર્શાવનારા પ્રમાણે આ ઉપવિભાગ શરૂ કરતાં જ કહી દેવું જોઈએ કે પહેલા ઉપવિભાગમાં મેવાડના ગુહિલાનું વિપ્રત્વ દર્શાવનારા જે લેખ અને ગ્રંથના આધારે આપવામાં આવ્યા છે, તે તે લેખો તથા ગ્રંથ મેવાડના તે તે સમયના રાજયકર્તાઓએ તૈયાર કરાવ્યા હતા. આ ઉપવિભાગમાં ચાર શિલાલેખ, સિક્કાઓ તથા દંતકથાઓને સમાવેશ કરવામાં આવશે. તે પૈકી માત્ર એક શિલાલેખ સિવાય બીજા ત્રણ લેખે રાજયકર્તાએ સિવાય ઈતર
વ્યક્તિઓએ તૈયાર કરાવ્યા હતા. સિક્કાઓની ચર્ચા કરતાં તેની ઉપયોગિતાનું મૂલ્ય આંકવામાં આવશે. દંતકથાઓ તે દંતકથાઓ જ હાય! છતાં જે રૂપમાં તે કથાઓ પ્રચલિત થઈ છે, તેના ઊંડાણમાં સત્ય શું છે? અને શા માટે બીજી અસત્કલ્પનાનાં સ્તરે તેની આસપાસ વિંટાઈ વન્યાં છે, તેને પણ વિચાર કરવામાં આવશે. પ્રથમ ઉપવિભાગની પદ્ધતિને અનુસરીને અહીં પણ શિલાલેખાનાં પ્રમાણે કાલાનુકમ મુજબ આપવામાં આવે છે. ૧. રાણા નરવાહનના સમયને લકુલીશ અથવા
નાથ મંદિરને શિલાલેખ તે લેખે પિકી વહેલામાં વહેલો એક લેખ રાણા નરવાહનના સમયને છે. પ્રથમ ઉપવિભાગના શક્તિકુમારના સાથી પહેલા લેખ કરતાં છ વર્ષ પહેલાં એટલે વિ. સં. ૧૦૨૮ ઈ. સ. ૯૭૧માં તેની રચના થઈ છે. વિદ્વર્ય એઝાશ્રીએ તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com