________________
૩૬ : મેવાડના ગુહિલે
નાગર જ્ઞાતિમાં ગુહદત્ત નામ અને રાવલ અવટંક અસ્વાભાવિક નથી ? એવો પ્રશ્ન પણ ઉપસ્થિત કરી શકાય. તે પ્રશ્નનું પણ સપ્રમાણ સમાધાન થઈ શકે છે. વલભી રાજા ધ્રુવસેન ૧ લાના વિ. સં. ૨૨૧ ઇ. સ. ૫૪૦ના તામ્રપત્રમાં તે કાનન્તપુરવાસ્તવત્રતત્રતગ્રાહ્યાભ્યાં છે એ ઉલ્લેખથી આનંદપુરનાં સ્કંદત્રાત અને ગુહવ્યાત નામે જોવામાં આવે છે. તેમ જ ઉપર્યુક્ત નવજ્ઞાનન્તીતિન : એ પુસ્તિકામાં (પૃ. ૧૧ ) તેમ જ પંડિત ગંગાશંકર પંચેલીકૃત નાગરેત્પત્તિમાં (પૃ. ૧૩૬) નાગરજ્ઞાતિમાં રાવલ અવટંક પણ પરંપરાથી ચાલતી આવ્યાનું જણાય છે. તે પ્રમાણેથી નામ અને અવટંકની શંકાનું નિરસન થાય છે. ૪. રાણા રાયમલજીને એકલિંગ મહાદેવના
મંદિરને શિલાલેખ હવે આ વિભાગમાં માત્ર એક જ પ્રમાણ આપવાનું બાકી રહે છે. મહારાણા કુંભાની પછી તેઓના જ્યેષ્ઠ પુત્ર ઉદયસિંહે પાંચ વર્ષ રાજ્ય કર્યા પછી, તે ઉદયસિંહના કનિષ્ઠ બંધુ રાયમલે ઈ. સ. ૧૪૭૩થી ઈ. સ. ૧૫૦૯ સુધી રાજ્ય કર્યું હતું. તે રાયમલ પણ પિતાના પિતાના જેવો જ પ્રતાપી અને દાનવીર થઈ ગયો છે. કુંભરાણાના રાજકવિ મહેશ્વરે રાણું રાયમલની આજ્ઞાથી એક બૃહત્ પ્રશસ્તિ રચી છે. રાણાશ્રીએ એકલિંગ મહાદેવને જીર્ણોદ્ધાર કરાવી, તેના ખર્ચ માટે વ્યવસ્થા કરી, તે પ્રસંગે એટલે વિ. સં. ૧૫૪૫ ઈ. સ. ૧૪૯૭માં તે પ્રશસ્તિ તે મંદિરની એક શિલા ઉપર કોતરાવેલ છે. ૩૭ તેમાં બમ્પથી રાયમલ સુધીને ઇતિહાસ આપે છે. તેની મહત્તા ઓઝાશ્રીએ પણ સ્વીકારી છે. (“રાજપૂતાનેકા ઈતિહાસ, પૃ. ૬૫૭). 34. Bhavnagar Inscriptions, pp. 117-133.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat